આમ તો પત્રકારિત્વ શબ્દમાં જ તેના લાભા લાભ ની વ્યાખ્યા આવી જાય છે માનવતા તરફનું એક પગલું એટલે શ્રેષ્ઠ પત્રકારત્વ. તેમ છતાં જોઈ એ તેના થી થતા લાભો.
- નિડરતા વધે છે અને નેતૃત્વ ઉભું કરી શકાય છે.
- નવા -જુની જાણવા અને વ્યક્ત કરવાની ભાવના જાગે છે.
- પત્રકાર એક આગવી ઓળખ ધરાવતું વ્યક્તિ બની શકે છે.
- માન મર્યાદા અને મોભો ઉભો કરી શકાય છે.
- વિચારોને વ્યક્ત કરતી જાહેર જીવનની વ્યક્તિ એટલે પત્રકાર પ્રાપ્ત કરી શકે એના કરતા કલમના જોરથી બીજાને પ્રાપ્ત કરાવી શકે, લાભ અપાવી શકે ,ન્યાય અપાવી શકે એનું નામ પત્રકારત્વ
- સતત વિચારશીલ વ્યક્તિત્વ નું ઘડતર થઈ શકે છે.
- અસંખ્ય લોકો સાથે જોડાણ કરી શકે,વિચારો વ્યક્ત કરી શકે, જાગૃતિ લાવી શકે એનું નામ પત્રકારત્વ.
- કોઈના દુઃખનો સહારો બની શકવાનો સૌથી મોટો લાભ આ ક્ષેત્રમાં મળે છે.
- જાગૃતિ લાવવા માટેના બધા જ માધ્યમોનો ઉપયોગ પત્રકાર કરી શકે છે.
- સારા પત્રકાર બનવા માટે માહિતીસભર રહેવું પડે વિચાર વાંચન નિરીક્ષણ અવલોકન કરવાથી વ્યક્તિગત વિકાસ કરવાનો લાભ થાય છે.