Sunday, August 30, 2026
Join our
WhatsApp Channel
Home
Sankalp Partners
AB-Win Inquiry
About Us
E-Paper
Education Ambassador
Community
Advertisement
Contact Us
BREAKING NEWS
Politics
Sports
Entertainment
Business
Technology
Health
Education
Lifestyle
Opinion
Crime
World News
Science
Environment
Finance
Startups
Real Estate
Travel
Food & Dining
Fashion
Culture
Art
Music
Movies & TV
Gaming
Automotive
Jobs & Careers
Personal Finance
Parenting
Religion & Faith
Weather
Jobs %26 Careers News
Latest News
રાજનીતિ
મહુધા વિધાનસભા ના ધારાસભ્ય ને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ
મહુધા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંજયસિંહ મહિડા સાહેબને “Best MLA Award”થી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ મહુધા તાલુકાના નાગરિકો એહાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. પાઠવી જનસેવા પ્રત્યેની નિષ્ઠા, વિકાસ માટેનું સમર્પણ અને જનતા પ્રત્યેની જવાબદારીનું આ સન્માન એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. જનતાનો વિશ્વાસ • વિકાસનો સંકલ્પ • સેવાનું સમર્પણ ???? Best MLA Award — સંજયસિંહ મહિડા સાહેબ આપની આ સિદ્ધિ મહુધા વિધાનસભા પરિવાર માટે ગૌરવની વાત
2026-08-30
KHEDA
સ્થાનિક
જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ વચ્ચેનો 33 ફૂટનો માર્ગ સર્વ સંમતિથી ખુલ્લો કરવામાં આવ્યો......
એન્કર....જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ વચ્ચેનો 33 ફૂટનો માર્ગ સર્વ સંમતિથી ખુલ્લો કરવામાં આવ્યો....... વીઓ........ જુનાગઢ ના ભેસાણ તાલુકા ના ચુડા અને ઢોળવા ગામ નો રસ્તો જે માર્ગ કેજે રાજાશાહી વખતનો હતો અને તેમાં રાજાશાહીમાં ભરભરેલા બે ગાડા સામ સામે નીકળી શકતા હતા તે ઉપરાંત જ્યારે જુનાગઢ ચુડા બસ વાયા ઢોળવા ચાલતી ત્યારે પણ આ જ રસ્તા નો ઉપયોગ કરવામાં આવતો હતો સમયની જતા ની સાથે ધીરે ધીરે બંને સાઈડમાં થી વાડો વગેરે વધતા આ મારગ સાવ સાંકડો થઈ ગયેલ હતો અને તેમાંથી ટ્રેક્ટર કે મોટરસાયકલ મળે તો તે એક સાથે નીકળી શકતા પણ નહોતા ગામ લોકોએ જે આ માર્ગ વાપરતા હતા તે ચુડાના તે રસ્તા ઉપર આવેલા ખાતેદાર ખેડૂતોએ સાથે મળીને એક મીટીંગ કરી તેમાં ચુડા ના રાજવી પરિવારના દરબાર ભરતસિંહ વાળા અને ગોદડ વાળા પણ હાજર રહેલ અને આ તમામ બાબત જિલ્લા કલેક્ટર ની સૂચના અને ભેસાણ મામલતદાર પારધી સાહેબ ની સમજાવટ અને પ્રેરણાથી અને આ કાર્ય માટે મનીષભાઈ કાળુંભાઈ ગોંડલીયા ચુડા ગામના સરપંચ ઉદયભાઇ ગોંડલીયા ગોવિંદભાઈ કોરાટ વલ્લભભાઈ ગજેરા કોમલ ભાઈ વગેરે બંને ગામના આગેવાનો હાજર રહ્યા હતા આ રસ્તા ઉપર આવતા તમામ ખેડૂત ખાતેદારોએ સર્વ સંમતિ અને સ્વખર્ચે અને એક પણ સરકારી પૈસાનો ખર્ચ કર્યા વગર આ રોડને 33 ફૂટ ખુલ્લો કરવામાં આવ્યો હતો તે ખરેખર આ એક પ્રેરણાદાયક કાર્ય કહેવાય સર્વ સંમતિથી અને નિર્વિવાદિત ઉકેલ આવે અને આ એક એવી ઘટના જુનાગઢ જિલ્લામાં કદાચ પહેલી વાર બની હશે વધુમાં વાત કરતા ચુડા સ્ટેટ દરબાર ભરતભાઈ વાળા એ જણાવ્યું હતું કે છેલ્લા દોઢબે વર્ષથી મુન્નાભાઈ ગોંડલીયા અને ચુડા ગામના ઉપસરપંચ ઉદયભાઇ ગોંડલીયા આ બાબતથી સતત મહેનત કરી રહ્યા હતા અને મારા હસ્તક્ષેપ કરવાથી લોકોએ મારી વાત ને મહત્વ આપ્યું અને આ એક સારું અને બધાને ઉપયોગી કાર્ય થઈ શક્યું છે હું સર્વ ગામ વાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુંઅને હજુ જો આવા કાર્ય સર્વ સંમતિથી થાય તો ખેડૂતોને ચોમાસાની અંદર અને મોસમના ટાઈમે જે હાલાકીઓ પડી રહી છે તે કાયમી માટે દૂર થઈ શકે અને સારા રોડ રસ્તા ના કારણે જમીનની વેલ્યુસણ પણ વધી શકેછે
2026-08-30
JUNAGADH
અકસ્માત
બલેશ્વરમાં શ્રીરાજલક્ષ્મી ડેનિમ મિલમાં અચાનક આગ, બે કલાકની જહેમત બાદ કાબૂમાં
પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલી શ્રીરાજલક્ષ્મી ડેનિમ લિમિટેડ મિલમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. મિલના લુમ્સ વિભાગમાં આગ લાગવાની ઘટના બનતા કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, બલેશ્વર ગામની સીમમાં કાલાઘોડા પ્લોટ B/8-2, B-9 અને B-14 ખાતે શ્રીરાજલક્ષ્મી ડેનિમ લિમિટેડ મિલ આવેલી છે. અહીં લુમ્સ વિભાગમાં અચાનક આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ મિલમાં હાજર કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા કડોદરા PEPL ફાયર વિભાગ તેમજ બારડોલી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી. આશરે બે કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આગ સંપૂર્ણપણે ફરી ભભૂકી ન ઊઠે તે માટે હાલમાં ફાયર વિભાગ દ્વારા કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગ કયા કારણોસર લાગી અને આગની ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે અંગે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
2026-08-30
SURAT
અપરાધ
વિદ્યાર્થી ની બ્લૅકમેઇલિંગ
વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને બ્લૅકમેઇલિંગ કરવા અંગેના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ફરિયાદ મુજબ, વાસુદેવ સુથાર નામના આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેના અંગત ફોટા અને વિડિઓ ઉતાર્યા હતા.યુવતીની ફરિયાદના આધારે પોલીસે ધરપકડ કરી 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ માંગ્યા હતા, જે કોર્ટે મંજૂર કર્યા છે.ગોત્રી પોલીસ આ મામલાની વધુ ગંભીરતા લઈ રહી છે જેથી બીજા કોઈ લોકોની સંડોવણી છે કે નહીં તેની તરફ તપાસ ચાલુ કરી છે.
2026-08-30
VADODARA
રાજનીતિ
ઝઘડિયાના નાનાસાંજા નજીક અકસ્માત-નશામાં ધુત ટ્રક ચાલકે કારને અડફેટમાં લેતા કારને મોટું નુકશાન
તા.૩૦ ઓગસ્ટ '૨૬ ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક દારૂના નશામાં ધુત ટ્રક ચાલકે એક કારને અડફેટમાં લેતા કારને રૂપિયા ૨.૫ લાખ જેટલું નુકશાન થયું હતું. આ ઘટના બાદ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ સ્થિત અનુપમ નગર મહાદેવ મંદિર સામેના રોડ પર એક ટ્રક ડ્રાઇવરે એક કારને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાર ડિવાઇડર ઓળંગી સામેના ટ્રેક પર ફેંકાઈ ગઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ કારને આશરે રૂપિયા ૨,૫૦,૦૦૦/- જેટલું ભારે નુકસાન થયું હતું. વધુમાં મળતી વિગતો અનુસાર, ભરૂચના મક્તમપુર વિસ્તારમાં રહેતા કુંનલકુમાર ભુપેન્દ્રભાઈ મિસ્ત્રી પોતાના મિત્રો સાથે ફોર વ્હીલર કાર લઈને તા.૨૮ ના રોજ ઝઘડિયાના ઉચેડિયાથી ભરૂચ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન સવારના આશરે ૧૧:૪૫ વાગ્યાના સુમારે નાના સાંજા પાસે પાછળથી પૂરઝડપે આવતી ટ્રકના ચાલકે કારને પાછળથી જોરદાર અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં કારનો પાછળનો કાચ તૂટી ગયો હતો, એન્જિનનો ભાગ ભાંગી ગયો હતો અને આગળના ટાયરો પણ ફાટી ગયા હતા. સદનશીબે કારમાં સવાર કુંનલકુમાર અને તેમના મિત્રોનો આબાદ બચાવ થયો હતો અને કોઈને ઈજા પહોંચી નહોતી. અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રજનીશભાઈ ધનજીભાઈ વસાવા (રહે. અસનાવી ઝરીયા, તા. નેત્રંગ) બતાવ્યું હતું. તે તોતડાતી જીભે વાત કરતો હતો અને દારૂના નશામાં ધુત હતો. બનાવ અંગે તરત ૧૧૨ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી અને ટ્રક ચાલકની અટકાયત કરી ઝઘડિયા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. આ અંગે ઝઘડિયા પોલીસે ફરિયાદી કુંનલકુમાર મિસ્ત્રીની ફરિયાદના આધારે આરોપી ટ્રક ચાલક રજનીશ વસાવા વિરુદ્ધ બી.એન.એસ., મોટર વાહન અધિનિયમ અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
2026-08-30
BHARUCH
More News