Thursday, July 16, 2026
Join our
WhatsApp Channel
Home
Sankalp Partners
AB-Win Inquiry
About Us
E-Paper
Education Ambassador
Community
Advertisement
Contact Us
BREAKING NEWS
Politics
Sports
Entertainment
Business
Technology
Health
Education
Lifestyle
Opinion
Crime
World News
Science
Environment
Finance
Startups
Real Estate
Travel
Food & Dining
Fashion
Culture
Art
Music
Movies & TV
Gaming
Automotive
Jobs & Careers
Personal Finance
Parenting
Religion & Faith
Weather
Science News
Latest News
અપરાધ
કામરેજના નવાગામ નજીક આવેલ શ્રીજી ઇન્ડસ્ટ્રીયલમાંથી શંકાસ્પદ ધી બનાવવાનું કારખાનું ઝડપાયું.
કામરેજ તાલુકાના નવાગામ ઉધોગનગર નજીક આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીયલના પ્રથમ માળ પર ચાલતું શંકાસ્પદ ધી બનાવવાનું કારખાનું કામરેજ પોલીસે તપાસ દરમિયાન ઝડપી પાડ્યું હતું દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 103 કિલો તૈયાર ધી તેમજ ધી બનાવવા માટે વપરાતી 112 કિલો શંકાસ્પદ મલાઈ સહિતનો જથ્થો કબજે કર્યો હતો.આ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ અગાઉ પણ નવાગામ ઉધોગનગર વિસ્તારમાંથી શંકાસ્પદ ધી બનાવવાનું કારખાનું ઝડપાયું હતું.હાલ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
2026-07-15
SURAT
રાજનીતિ
વલસાડ કલેક્ટરના દરોડાથી સરકારી કચેરીઓમાં ફફડાટ: ભૂસ્તરશાસ્ત્રીની કચેરીમાં ગંભીર ગેરરીતિ પકડાતા તપાસના આદેશ
મયુર મોકાશી: વલસાડના કલેક્ટર શ્રી નીતિન સંગવાને જિલ્લાની સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ અને આકસ્મિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અભિયાનના ભાગરૂપે કલેક્ટર દ્વારા જ્યારે જિલ્લા સેવા સદન-૩ ખાતે આવેલી 'મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી' ની તપાસ કરવામાં આવી, ત્યારે ત્યાં ચાલી રહેલી ગંભીર ગેરરીતિ સામે આવતા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ગેરરીતિનો પર્દાફાશતપાસ દરમિયાન કલેક્ટરના ધ્યાને આવ્યું હતું કે, કચેરીમાં જે ઓપરેટરો કામ કરી રહ્યા હતા, તેઓ ગેરહાજર રહેલા અન્ય અધિકારીઓના લોગ-ઈન આઈડીનો ઉપયોગ કરીને સરકારી કામકાજ કરી રહ્યા હતા. સરકારી ‘ઈ-સરકાર’ ફાઈલ મેનેજમેન્ટ સિસ્ટમમાં અનધિકૃત રીતે બીજાના નામે લોગ-ઈન કરવું એ ગંભીર શિસ્તભંગની બાબત ગણાય છે.કલેક્ટરની સ્પષ્ટતા અને કાર્યવાહીઘટનાને પગલે કલેક્ટરે સ્થળ પર જ તપાસના આદેશો આપ્યા છે. કલેક્ટર શ્રી નીતિન સંગવાને જણાવ્યું હતું કે, “ઈ-સરકાર એક મહત્વપૂર્ણ સિસ્ટમ છે અને તેમાં બીજાની પાસે લોગ-ઈન હોવું એ ઘણી ગંભીર બાબત છે.” વધુમાં, તેમણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓનું ખંડન કરતા સ્પષ્ટ કર્યું હતું કે, “કોઈ પણ સરકારી કાગળિયા કે દસ્તાવેજનું નુકસાન થયું નથી, આવી માહિતી પાયાવિહોણી છે.”કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યાં સુધી આ મામલે સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય અને ઉપલા અધિકારીઓ દ્વારા સંતોષકારક ખુલાસો ન મળે, ત્યાં સુધી સાવચેતીના ભાગરૂપે આ વિભાગમાં પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવ્યા છે. વહીવટી તંત્રમાં શિસ્ત અને પારદર્શિતા લાવવા માટે કલેક્ટરના આ આક્રમક વલણને લઈને અન્ય કચેરીઓમાં પણ હડકંપ મચી ગયો છે.
2026-07-15
VALSAD
શિક્ષણ જગત
ડાંગમાં વેદ્રુના સંઘની ૨૦૦ વર્ષની સેવા યાત્રાની ગૌરવશાળી ઉજવણી
ડાંગ જિલ્લાના દીપ દર્શન માધ્યમિક શાળા ખાતે વેદ્રુના સંઘની સ્થાપનાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.શ્રી રાજેશભાઈ ગામીતે સંસ્થાની લાંબા સમયથી ચાલી આવતી શિક્ષણ અને માનવસેવાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, અંતરિયાળ આદિવાસી વિસ્તારોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંસ્કાર અને શિસ્ત સાથે આગળ વધારવાનું કાર્ય દીપ દર્શન શાળા દ્વારા પ્રશંસનીય રીતે કરવામાં આવી રહ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા ૫૦ વર્ષથી ડાંગ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સેવારત આ સંસ્થાએ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ ૧૦ અને ૧૨નું ૧૦૦ ટકા બોર્ડ પરિણામ મેળવી સંસ્થાએ સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય અને સંદેશાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરી સંસ્થાની ૨૦૦ વર્ષની સેવા અને સંસ્કાર યાત્રાને ભાવપૂર્વક ઉજવવામાં આવી હતી.
2026-07-15
DANG
અપરાધ
બાથરૂમમાં પાણી નાખવાની બાબતે થયેલા ઝગડામાં પુત્રે પિતાની સળીયાના ઘા ઝીંકી હત્યા કરીપલસાણાના જોળવા ગામની આરાધના ડ્રીમ સોસાયટીમાં પરિવારમાં સર્જાયો કરુણ બનાવ, આરોપી પુત્ર સામે હત્યાનો ગુનો નોંધાયો
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામ સ્થિત આરાધના ડ્રીમ સોસાયટીમાં પારિવારિક ઝઘડો હત્યામાં પરિણમ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાથરૂમમાં પાણી નાખવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલી દરમિયાન પુત્રે પોતાના પિતા પર લોખંડના સળીયાથી જીવલેણ હુમલો કરતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પલસાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ, 12 જુલાઈ, 2026ના રોજ બપોરે અંદાજે 1:30 વાગ્યે જોળવા ગામની આરાધના ડ્રીમ સોસાયટીના વિભાગ-1માં રહેતા સુખલાલ ઓમકાર લામોળે (ઉ.વ. 60) અને તેમના પુત્ર જીતુભાઈ સુખલાલ લામોળે વચ્ચે બાથરૂમમાં પાણી નાખવાની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધતા આરોપીએ ફરિયાદીના ઘરના રસોડામાંથી બાંધકામમાં વપરાતો લોખંડનો સળીયો લાવી પોતાના પિતાના ડાબા કાન પાછળ ગરદનના ભાગે જોરદાર ઘા ઝીંક્યો હતો. ગંભીર ઈજા થતાં સુખલાલ લામોળેનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતકની પત્ની આશાબેન સુખલાલ લામોળેની તારીખ 13 જુલાઈ 2016 ના રોજ સાંજે પોળા સાત વાગ્યે નોંધાવેલી ફરિયાદના આધારે પલસાણા પોલીસ સ્ટેશનમાં FIR નં. 11214-4626-1347/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS-2023)ની કલમ 103(1), 352 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરિયા ચલાવી રહ્યા છે. જ્યારે ઘટનાસ્થળની મુલાકાત બારડોલી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી એચ. એલ. રાઠોડ દ્વારા લેવામાં આવી હતી.
2026-07-15
SURAT
તહેવાર
બોરસદમાં ભક્તિભર્યા માહોલમાં નીકળી પ્રભુ જગન્નાથની ભવ્ય રથયાત્રા: 'જય રણછોડ, માખણચોર' ના નારાથી ગુંજી ઉઠ્યું નગર
અષાઢી એકમ ના પાવન પર્વે આજે તા.૧૫ જુલાઇ એ આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસભર્યા માહોલમાં પ્રસ્થાન થઈ ચૂકી છે. વર્ષમાં માત્ર એક જ વાર નગરચર્યાએ નીકળતા કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે વહેલી સવારથી જ બોરસદના માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.ભક્તિમય માહોલ અને વિશેષ પૂજન રથયાત્રાના પ્રારંભ પૂર્વે વહેલી સવારે જ્ઞાનદેવ મંદિરમાં ભગવાનની મંગળા આરતી અને વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. પ્રભુને અખાજી અને મગ-જાંબુનો પરંપરાગત ભોગ ધરાવાયો હતો. ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને ભવ્ય શણગારેલા રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. સ્થાનિક અગ્રણીઓ અને ભક્તો દ્વારા સોનાની સાવરણીથી રથની આગળ માર્ગ સાફ કરવાની 'પહિંદ વિધિ' સંપન્ન થયા બાદ રથયાત્રા નગરચર્યા માટે આગળ વધી હતી.રથયાત્રામાં પરંપરાગત યુવકો અને મહિલાઓ દ્વારા નૃત્ય અને કલા પ્રદર્શન કરવામાં આવ્યા.રથયાત્રામાં બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને નગરપાલિકાના સભ્યો હર્ષોઉલ્લાસ થી જોડાયા હતા.ભજન મંડળીઓ અને ઢોલ-નગારાના તાલે સમગ્ર બોરસદ પંથક હરિનામ નાદથી ગુંજી ઉઠ્યો છે.માર્ગમાં ઠેર-ઠેર ભક્તો દ્વારા ભગવાનના રથનું સ્વાગત કરી મગ, જાંબુ અને બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.નગરના સંવેદનશીલ અને મુખ્ય માર્ગો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોરસદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર નગરમાં 'જય જગન્નાથ' ના નારા સાથે ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.
2026-07-15
ANAND
More News