કામરેજ તાલુકાના નવાગામ ઉધોગનગર નજીક આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીયલના પ્રથમ માળ પર ચાલતું શંકાસ્પદ ધી બનાવવાનું કારખાનું કામરેજ પોલીસે તપાસ દરમિયાન ઝડપી પાડ્યું હતું દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 103 કિલો તૈયાર ધી તેમજ ધી બનાવવા માટે વપરાતી 112 કિલો શંકાસ્પદ મલાઈ સહિતનો જથ્થો કબજે કર્યો હતો.આ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ અગાઉ પણ નવાગામ ઉધોગનગર વિસ્તારમાંથી શંકાસ્પદ ધી બનાવવાનું કારખાનું ઝડપાયું હતું.હાલ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.