રાણીપુર ગામે આકસ્મિક આગ લાગતા બે ઘરે બાળ્યા. ઘરવખરી સમાન નષ્ટ થયું.
NARMADA | By Akhand Bharat Team | Published:
અકસ્માત
રાણીપુર ગામે આકસ્મિક આગ લાગતા બે ઘરે બાળ્યા. ઘરવખરી સમાન નષ્ટ થયું.
.આનંદભાઈ વસાવા - નર્મદા સાગબારા તા.15 મી જુલાઈ 2026 નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુર ગામે રાત્રે અચાનક આગ લાગતા બે ઘરો બળી ગયા છે. અને ઘરમાં જીવન જરૂરિયાની ચીજવસ્તુઓ બળી જતાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવાર આભ તૂટી પડ્યું હતું. પ્રાપ્ત માહિતીનુસાર નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુર ગામે નિશાળ ફળિયામાં રહેતા નટવરભાઈ જલમસીંગ વસાવા અને રવીન્દ્રભાઈ જેહરીયાભાઈ વસાવાના પરિવારો રાત્રે ઉંઘમાં હતાં. તે સમય દરમ્યાન આ બે ઘરો વચ્ચે બળતણના મુકેલા લાકડાને આગ લાગી હતી. અને રાતે અને તે બાદ આગનો વેગ વધતા બંન્ને Import ઘરોને પણ આગ લાગતા ઘણું નુકસાન ગરીબ પરિવારનું થયું છે. આગ કંઈ રીતે લાગી તે હજુ સુધી જાણવા મળેલ નથી.તે દરમ્યાન ઘરની પુત્ર જાગી જતાં અને બુમા બુમ કરતા લોકો ભેગા થઈ જતાં સહકારની ભાવનના કરણે વધુ નુકસાથી બચાવી લેવામાં આવ્યું હતું.