મયુર મોકાશી: વલસાડના કલેક્ટર શ્રી નીતિન સંગવાને જિલ્લાની સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ અને આકસ્મિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અભિયાનના ભાગરૂપે કલેક્ટર દ્વારા જ્યારે જિલ્લા સેવા સદન-૩ ખાતે આવેલી 'મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી' ની તપાસ કરવામાં આવી, ત્યારે ત્યાં ચાલી રહેલી ગંભીર ગેરરીતિ સામે આવતા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ગેરરીતિનો પર્દાફાશતપાસ દરમિયાન કલેક્ટરના ધ્યાને આવ્યું હતું કે, કચેરીમાં જે ઓપરેટરો કામ કરી રહ્યા હતા, તેઓ ગેરહાજર રહેલા અન્ય અધિકારીઓના લોગ-ઈન આઈડીનો ઉપયોગ કરીને સરકારી કામકાજ કરી રહ્યા હતા. સરકારી ‘ઈ-સરકાર’ ફાઈલ મેનેજમેન્ટ સિસ્ટમમાં અનધિકૃત રીતે બીજાના નામે લોગ-ઈન કરવું એ ગંભીર શિસ્તભંગની બાબત ગણાય છે.કલેક્ટરની સ્પષ્ટતા અને કાર્યવાહીઘટનાને પગલે કલેક્ટરે સ્થળ પર જ તપાસના આદેશો આપ્યા છે. કલેક્ટર શ્રી નીતિન સંગવાને જણાવ્યું હતું કે, “ઈ-સરકાર એક મહત્વપૂર્ણ સિસ્ટમ છે અને તેમાં બીજાની પાસે લોગ-ઈન હોવું એ ઘણી ગંભીર બાબત છે.” વધુમાં, તેમણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓનું ખંડન કરતા સ્પષ્ટ કર્યું હતું કે, “કોઈ પણ સરકારી કાગળિયા કે દસ્તાવેજનું નુકસાન થયું નથી, આવી માહિતી પાયાવિહોણી છે.”કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યાં સુધી આ મામલે સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય અને ઉપલા અધિકારીઓ દ્વારા સંતોષકારક ખુલાસો ન મળે, ત્યાં સુધી સાવચેતીના ભાગરૂપે આ વિભાગમાં પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવ્યા છે. વહીવટી તંત્રમાં શિસ્ત અને પારદર્શિતા લાવવા માટે કલેક્ટરના આ આક્રમક વલણને લઈને અન્ય કચેરીઓમાં પણ હડકંપ મચી ગયો છે.