ભચાઉ: સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન પત્રકાર સાથે ગેરવર્તન અને મોબાઇલમાંથી વીડિયો ડિલીટ કરવાના આક્ષેપ
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
અપરાધ
ભચાઉ: સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન પત્રકાર સાથે ગેરવર્તન અને મોબાઇલમાંથી વીડિયો ડિલીટ કરવાના આક્ષેપ
ભચાઉ: સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન પત્રકાર સાથે ગેરવર્તન અને મોબાઇલમાંથી વીડિયો ડિલીટ કરવાના આક્ષેપ
ભચાઉ તાલુકાના સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પત્રકાર સાથે ગેરવર્તન થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પત્રકાર બૌદ્ધિક ભારત ન્યુઝ કાળુ ભાઈ એસ કોલી એ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે તેઓ 15 જુલાઈ 2026ના રોજ સવારે અંદાજે 11:30થી બપોરે 1:30 દરમિયાન એક પ્રેસ સંબંધિત કામ માટે પોલીસ સ્ટેશન ગયા હતા.
રજૂઆત મુજબ, ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા ડ્રેસ વગરના અધિકારી તેમ ની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. પત્રકારે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમની મંજૂરી વગર તેમનો મોબાઇલ ફોન લઈ તેમાં રહેલા ઘટનાસ્થળના વીડિયો ડિલીટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ફરી પોલીસ સ્ટેશનમાં ન આવવા અને વીડિયો ન બતાવવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
પત્રકારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ 15 જુલાઈના સવારે 11:30થી બપોરે 1:30 દરમિયાનના પોલીસ સ્ટેશનના તમામ CCTV ફૂટેજ, DVR/NVR ડેટા, સ્ટેશન ડાયરી તથા તે સમયે હાજર પોલીસ કર્મચારીઓની વિગતો સુરક્ષિત રાખવાની માંગણી કરી છે, જેથી કોઈપણ ઇલેક્ટ્રોનિક પુરાવા નષ્ટ ન થાય.
આ મામલે પત્રકારે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ રજૂઆત મોકલી છે. રિપોર્ટ બાય નકુમ સલીમ