*આયુર્વેદથી ચમત્કાર સર્જાય છે !*૦૦૦૦૦*એક અણધાર્યા બનાવથી જીવનમાં અંધકાર ફેલાયો... આયુર્વેદથી ફરી પથરાયો ઉજાસ જૂનાગઢની યુવતીને આયુર્વેદની સારવારથી મળી રોશની... સરકારી આયુર્વેદ હોસ્પિટલના તબીબો ની મહેનત 'રંગ' લાવી*૦૦૦૦૦૦*પડદાની નસ સુકાઈ જવી,પડદામાં પાણી ભરાવુ,ઝામર થવું જેવા અનેક આંખના રોગોમાં આયુર્વેદની સારવાર આશીર્વાદરૂપ*૦૦૦૦૦*આયુર્વેદના સિદ્ધાંતો મુજબ દરેક વ્યક્તિની શારીરિક પ્રકૃતિ અને દોષો અલગ અલગ અલગ હોવાથી દરેક દર્દી માટે વ્યક્તિગત સારવારનો પ્રોટોકોલ
*આયુર્વેદથી ચમત્કાર સર્જાય છે !*૦૦૦૦૦*એક અણધાર્યા બનાવથી જીવનમાં અંધકાર ફેલાયો... આયુર્વેદથી ફરી પથરાયો ઉજાસ જૂનાગઢની યુવતીને આયુર્વેદની સારવારથી મળી રોશની... સરકારી આયુર્વેદ હોસ્પિટલના તબીબો ની મહેનત 'રંગ' લાવી*૦૦૦૦૦૦*પડદાની નસ સુકાઈ જવી,પડદામાં પાણી ભરાવુ,ઝામર થવું જેવા અનેક આંખના રોગોમાં આયુર્વેદની સારવાર આશીર્વાદરૂપ*૦૦૦૦૦*આયુર્વેદના સિદ્ધાંતો મુજબ દરેક વ્યક્તિની શારીરિક પ્રકૃતિ અને દોષો અલગ અલગ અલગ હોવાથી દરેક દર્દી માટે વ્યક્તિગત સારવારનો પ્રોટોકોલ નક્કી કરાઈ છે : ડો. ક્રિષ્ના માકડિયા*૦૦૦૦૦*આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી આંખોના વર્ષો જૂના અને જટિલ નેત્ર રોગોમાં પણ દર્દીઓને મળી રહેલા અદભુત પરિણામો**ખાસ લેખ – ક્રિષ્ના સીસોદિયા* જૂનાગઢ તા.૧૪ જ્યારે ગંભીર બીમારીઓમાં સારવારના તમામ વિકલ્પો નિષ્ફળ જાય અને દર્દી તથા પરિવાર નિરાશાના ગાઢ અંધકારમાં ધકેલાઈ જાય, ત્યારે અનેક લોકો ભારતીય પરંપરાગત આરોગ્ય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ તરફ આશાભરી નજરે જોતા હોય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા પણ આયુષ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને યોગ-વેલનેસ આધારિત સ્વસ્થ સમાજના નિર્માણ માટે વિવિધ પહેલો કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં આયુર્વેદ, યોગ અને સર્વાંગી આરોગ્ય પ્રત્યે લોકોનો વિશ્વાસ અને સ્વીકાર નોંધપાત્ર રીતે વધ્યો છે. જૂનાગઢની એક દીકરીના જીવનમાં એક અણધાર્યા બનાવે અંધકાર ફેલાવી દીધો હતો. આ દીકરીને ફરી રોશની મળે તે માટે પરિવાર ઘણા સંઘર્ષો કરે છે. આ દરમિયાન તેમણે વિશ્વાસ મૂક્યો જૂનાગઢ સરકારી આયુર્વેદ હોસ્પિટલના આયુર્વેદ તબીબો પર. ત્યારે ચમત્કારથી ઓછું ન કહી શકાય તેમ આ દીકરીની આપણી સંસ્કૃતિના અભિન્ન ભાગરૂપ એવા આયુર્વેદ પદ્ધતિથી સારવારથી ફરી તેના જીવનમાં ઉજાસ પથરાયો છે.વાત છે, જૂનાગઢના રાધિકાબેન.....ની જેમના માટે આયુર્વેદિક સારવાર આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સંપૂર્ણ અંધત્વ (Blindness)ને કારણે અસહાય બનેલી આ દીકરીની દ્રષ્ટિ જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલની સચોટ સારવારથી પુનઃ પ્રાપ્ત થઈ છે.તેઓ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, અગાઉ મને આંખે સાવ દેખાતું બંધ થઈ ગયું હતું. મને સાવ એટલે સાવ અંધત્વ આવી ગયું હતું. આ ગંભીર સ્થિતિને કારણે તેમની હાલત એવી થઈ ગઈ હતી કે, પોતાની જાતે પોતાનું કામ કરી શકતા ન હતા અને હાલી ચાલી પણ શકતા ન હતા બીજા જમાડે તો જમી શકતા હતા ત્યારે આ સારવાર બાદ એટલો ચમત્કારિક સુધારો થયો છે કે તેઓ જાતે પોતાના કરી શકે છે અને રસોઈ બનાવીને બીજાને જમાડી પણ શકે છે.આ કપરી પરિસ્થિતિમાં તેમણે જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલના ડૉ. ક્રિષ્ના માકડિયાની સલાહ અને સારવાર લીધી હતી. તેમજ આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવેલી સારવારમાં તેમને ૧૧ વખત 'નસ્ય',૪ વખત 'તર્પણ' અને ૧ વખત 'વિરેચન' કરવામાં આવ્યું હતું.પોતાની રોશની પરત મળતા રાધિકાબેને અત્યંત હર્ષ સાથે પોતે હવે કોમ્પ્યુટર શીખી ને પગભર થશે એવી આશા વ્યક્ત કરી છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી આંખોના વર્ષો જૂના અને જટિલ નેત્ર રોગોમાં પણ દર્દીઓને મળી રહેલા અદભુત પરિણામો મળ્યા છે.જેમા શિક્ષક તરીકે ફરજ બજાવતા દક્ષાબેન વારસાગત ઝામર થી આંખ ના પડદા માં ઘસારા સાથે ૨૫ જેટલું આંખ નું દબાણ લઈ ને અહીં હોસ્પિટલમાં આવેલ નસ્ય ની ત્રણ સારવાર થી દબાણ ૧૮ થયું અને પડદાના ઘસારા માં સંપૂર્ણ રાહત થઈ આ બદલ જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલ અને ડૉ. ક્રિષ્ના માકડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. પોરબંદરની દીકરી તમન્ના નાંઢા માત્ર ત્રણ ફૂટના અંતર થી પણ પૂરતું જોઈ શકતી ન હતી તે એક જ વખત નસ્ય થી સંપૂર્ણ રીતે જોય શકે છે. અન્ય એક કેસમાં કિશનભાઈને અચાનક સવારે ઉઠી ને એક આંખ માં દેખાવાનું બંધ થયું ને તપાસ કરતા એક આંખ માં લોહીની નળી બંધ આવી. જેમા દવા થી નળી તો ખુલી પણ દ્રષ્ટિ પાછી ના આવી ત્યારે અહીં આયુર્વેદ હોસ્પિટલમા નસ્ય અને તર્પણની સારવાર થી ૯૦ ટકા દ્રષ્ટિ પાછી આવી. આવા તો અનેક કિસ્સા માં આપણી પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ જટિલ રોગોમાં પણ રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે તેની સાબિતી પૂરે છે.જૂનાગઢના સરકારી આયુર્વેદ કોલેજના શાલાક્ય તંત્ર વિભાગના વડા અને રીડર ડો. ક્રિષ્ના માકડિયાએ જણાવ્યું કે, અહીં આંખના વિવિધ જટિલ રોગો જેવા કે વારંવાર આંજણી થવી,એલર્જીક કન્જકટીવાયટીસ,આંખની અંદર જામર,આંખની કીકીમા ફુલ્લુ પડવું,આંખના પડદાની અંદર લોહી ભરાવું,પડદો તૂટવો કે પાણી ભરાવું,આંખના પડદા માં સોજો થઈ થવો,નળી બ્લોક થવી,ઝામર થી ઘસારો અને ચશ્મા ના નંબર સહિતની રોગોની સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે.જૂનાગઢ આયુર્વેદ હોસ્પિટલ ખાતે સરકારશ્રી દ્વારા સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, જેમાં આંખના ચશ્માના નંબરની તપાસ,જામરમાં આંખનું દબાણ માપવાની સુવિધા, ડ્રાય આઈ માટે 'સરમર ટેસ્ટ' (Schirmer's test), નાકસૂરની નળીના બ્લોકેજની તપાસ,આંખના પડદાની ફંડોસ્કોપી વગેરે તપાસ થાય છે. તેમજ આયુર્વેદના ચિકિત્સા ના મૂળભૂત સિદ્ધાંત 'પુરુષમ પુરુષમ વીક્ષ્ય' એટલે કે "દરેક વ્યક્તિની શારીરિક પ્રકૃતિ અને દોષો અલગ હોય છે, તેથી દરેક દર્દી માટે વ્યક્તિગત સારવાર" નક્કી કરવામાં આવે છે. આ જ કારણ છે કે વર્ષો જૂના અને જટિલ નેત્ર રોગોમાં પણ દર્દીઓને અદ્ભુત પરિણામો મળી રહ્યા છે. જેમાં મુખ્યત્વે નેત્ર ઉપક્રમો જેવા કે તર્પણ, પુટપાક, નેત્રધારા, નસ્ય, પિંડી, બીડાલક, વિરેચન અને બસ્તી જેવી સારવારનો સમાવેશ થાય છે. આ સાથે જ દર્દીઓને આયુર્વેદિક દવાઓ પણ આપવામાં આવે છે.તેમણે ઉમેર્યુ હતુ કે, અહીં દર્દીઓને ત્રાંસા નંબર, હાઈમાયોપીયા , આંખની નળી સુકાઈ જવી, ઝામર ,પડદામાં ઘસારો જેવી અનેક બીમારીઓમાં આયુર્વેદિક સારવારથી સ્વસ્થ થયા છે.ડો. ક્રિષ્ના માકડિયાએ લોકોને ખાસ અપીલ કરી છે કે, સોશિયલ મીડિયામાં મળતી અધૂરી માહિતી કે ઉપચારોના આધારે આંખ સાથે પ્રયોગો ન કરવા જોઈએ, કારણ કે તે અધૂરી જાણકારી નુકસાનકારક હોઈ શકે છે. આંખની કોઈપણ નાની કે મોટી તકલીફમાં તુરંત જ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.તેમણે જણાવ્યુ હતુ કે, હાલમાં સુરત, કચ્છ અને પોરબંદર જેવા દૂરના વિસ્તારોમાંથી પણ દર્દીઓ અહીં સારવાર માટે આવી રહ્યા છે. જૂનાગઢના સ્થાનિક રહિશોને પણ આ સરકારી સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં આંખના નિષ્ણાત અને ૧૮ વર્ષના બહોળા ક્લિનિકલ અનુભવ ધરાવતા વિભાગાધ્યક્ષ ડૉ.વૈદ્ય ક્રિષ્ના માકડિયા કે (જેમણે આજથી ૨૦ વર્ષ પહેલાં જામનગરની પ્રખ્યાત IPGT&RA સંસ્થાના તત્કાલીન ડૉ. મંજુષા રાજગોપાલન ( હાલ AIIM દિલ્હી) ડો. હરીન્દ્ર દવે(લિજેન્ડ શાલાકી) અને ડો.પીયૂષ માટલીયા (આખના નિષ્ણાત સ્પેશિયાલીસ્ટ)ના માર્ગદર્શન હેઠળ એમ.એસ. આયુર્વેદની પદવી મેળવી છે.જૂનાગઢ સરકારી આયુર્વેદ હોસ્પિટલના શાલાક્ય તંત્ર વિભાગમાં ઓપીડી (OPD) માં હાલમાં ત્રણ તજજ્ઞ વૈદ્યો ફરજ બજાવી રહ્યા છે. જેમાં ડૉ. અંજના રૉચીરામાણી (એમ.ઓ.) અને ડ્યુટેડ લેક્ચરર તરીકે સેવા આપતા વૈદ્ય અનંત જાવલે પણ ફરજ બજાવી રહ્યા છે. આ તમામ અનુભવી વૈદ્યોની ટીમ દ્વારા અત્યાર સુધી માં અનેક દર્દીઓના આંખના જટિલ રોગ ની સફળ સારવાર કરવામાં આવી છે. સંસ્થાના આચાર્ય શ્રી ડો. સિધ્ધેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચાલતા આખના વિભાગમાં સ્થાનિક જનતાને પણ આ નિઃશુલ્ક સરકારી આયુર્વેદિક ચિકિત્સા સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.વર્તમાન સમયમાં બદલાતી જતી દિનચર્યા અને ઋતુચર્યાના નિયમોના પાલન ન કરવાના અભાવે આંખના રોગોનું પ્રમાણ સમાજમાં ખૂબ જ વધી રહ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં જૂનાગઢની સરકારી આયુર્વેદ હોસ્પિટલનો શાલાક્ય તંત્ર વિભાગ નેત્ર રોગોના નિદાન અને સારવાર માટે એક આશાસ્પદ કેન્દ્ર બની રહ્યો છે. ૦૦૦૦૦૦