Sunday, August 30, 2026
Join our
WhatsApp Channel
Home
Sankalp Partners
AB-Win Inquiry
About Us
E-Paper
Education Ambassador
Community
Advertisement
Contact Us
BREAKING NEWS
Politics
Sports
Entertainment
Business
Technology
Health
Education
Lifestyle
Opinion
Crime
World News
Science
Environment
Finance
Startups
Real Estate
Travel
Food & Dining
Fashion
Culture
Art
Music
Movies & TV
Gaming
Automotive
Jobs & Careers
Personal Finance
Parenting
Religion & Faith
Weather
Real Estate News
Latest News
General
પિતલ મોહમદહનીફ
ગોધરા વ્હોરવાડ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટના પાર્કિંગ તથા આજુબાજુના વિસ્તારમાંથી મો.સા.ના મેકવ્હીલ સાથેના ચોરીના ટાયરો નંગ-૧૨ કિ.રૂ.૪૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. માં દાખલ થયેલ મો.સા.ના મેકવ્હીલ સાથેના ટાયરો ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પંચમહાલ-ગોધરા. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, વિધિ ચૌધરી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી, ડૉ. હરેશભાઈ દુધાત સાહેબ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, એ.બી.વોરા એલ.સી.બી. ગોધરા નાઓને મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબંધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના અધિકારીશ્રી/કર્મચારીઓને વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચના કરેલ. જે સુચના મુજબ આ.પો.કો અલ્પેશભાઈ નારણભાઈ એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી માહીતી હકીકત મળેલ કે, આજથી પાંચેક દિવસ પહેલા ગોધરા વ્હોરવાડ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટના પાર્કિંગ તથા આજુબાજુના વિસ્તારમાંથી મો.સા.ના મેકવ્હીલ સાથેના ટાયરોની ચોરી થયેલ છે તે મો.સા.ના ટાયરો મેકવ્હીલ સાથેના લઈને રીઝવાન શબ્બીર ડમરી રહે.ગોંદ્રા સર્કલ ગુલશન સોસાયટી ગોધરા જી.પંચમહાલ નાઓ ગોધરા જુની આર.ટી.ઓ રોડ,ટી.વી.સ્ટેશનની બાજુમા ખુલ્લી અવાવરુ જગ્યામા સંતાડી રાખેલ છે અને હાલ તેને સગેવગે કરવાની તૈયારીમા છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે શ્રી એચ.આર.જેતાવત પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ગોધરા જુની આર.ટી.ઓ રોડ ટી.વી.સ્ટેશનની બાજુમા ખુલ્લી જગ્યામા જઈ ખાનગી વોચ રાખી તપાસ કરતા બાતમી મુજબનો ઇસમ જોવા મળેલ જેથી ચારેય બાજુથી કોર્ડન કરી બાતમી મુજબના ઇસમને મો.સા.ના મેકવ્હીલ સાથેના ટાયરો નંગ-૧૨ સાથે પકડી પાડી મો.સાના મેકવ્હીલ સાથેના ટાયરો સંબધે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવો નહી હોવાનુ જણાવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ:- (૧) મો.સા.ના મેકવ્હીલ સાથેના ટાયરો નંગ-૧૨ કિ.રૂ.૪૮,૦૦૦/- પકડાયેલ આરોપી:- (૧)રીઝવાન શબ્બીર ડમરી ઉ.વ.૨૨ રહે.ગોંદ્રા સર્કલ ગુલશન સોસાયટી ગોધરા જી.પંચમહાલ સહ આરોપીઃ- (૧) સદામહુસૈન વસીમ મન્સુરી રહે.ગોંદ્રા સર્કલ નુરાની મસ્જિદ પાસે ગોધરા આરોપીએ કરેલ કબુલાતઃ- ઉપરોકત પકડાયેલ આરોપીની ઘનિષ્ઠ પુછપરછ કરતા હકીકત જણાવેલ કે, તા.૨૩/૦૮/૨૦૨૬ ના રોજ રીઝવાન શબ્બીર ડમરી તથા સદામહુસૈન વસીમ મન્સુરી રહે.ગોંદ્રા સર્કલ નુરાની મસ્જિદ પાસે ગોધરા નાઓએ મળી રાત્રીના એક થી બે વાગ્યાના અરસામા ગોધરા વ્હોરવાડ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી તેમજ આજુબાજુનાવિસ્તારમાથી મો.સા.ના ટાયરો મેકવ્હીલ સાથેના નંગ-૧૨ ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે સંબધે તપાસ કરતા નીચે મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ થયેલ છે. ડીટેકટ થયેલ ગુનો:- (૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૭૦૦૨૨૬૦૪૮૮/૨૦૨૬ બી.એન.એસ. -૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ કામગીરી કરનાર ટીમના અધિકારી / કર્મચારી:- (૧) શ્રી એચ.આર.જેતાવત પો.સ.ઈ. એલ.સી.બી. ગોધરા. (૨) નરેન્દ્રસિંહ જયરામસિંહ એ.એસ.આઈ. એલ.સી.બી. ગોધરા. (૩) અલ્પેશભાઇ નારણભાઈ આ.પો.કો એલ.સી.બી. ગોધરા. (૪) યોગેશકુમાર સુભાષચંન્દ્ર આ.પો.કો. એલ.સી.બી. ગોધરા. (૫) નરેશકુમાર કાન્તીલાલ આ.પો.કો. એલ.સી.બી. ગોધરા.
2026-08-30
આધ્યાત્મિક
પિલુદ્રા નીલકંઠ મહાદેવ ભક્તોદ્ધારા શિવ પુરાણ પોથી ની ડીજે સાથે શોભાયાત્રા કરવામાં આવી
વિષ્ણુજી મકવાણા સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના પિલુદ્રા ગામ શિવ ભક્તો શિવપુરાણ પોથી ની રાવલવાસ થી નીલકંઠ મહાદેવ મંદિર સુધી ડીજે સાથે શોભાયાત્રા કરી. મંદિર ના સાનિદય માં શિવ પુરાણ કથાગામ લોકો એ શિવ કથા નો લાભ લીધો. અખંડ ભારત
2026-08-30
SABARKANTHA
અપરાધ
લેખનઈડર મહિલા સહાયતા કેન્દ્રની મધ્યસ્થીથી ઘરેલૂ વિવાદનો સુખદ અંત, દંપતી ફરી એકસાથે
ઈડર: સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર (પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર) દ્વારા પારિવારિક વિવાદમાં અસરકારક મધ્યસ્થી કરી એક પરિવારને વિખેરાતો અટકાવી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ ઈડર તાલુકાના એક ગામની વતની અને સતલાસણા તાલુકાના ગામ ખાતે પરણેલી મહિલાએ પતિ વિરુદ્ધ ઈડર મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી કરી હતી. મહિલાના જણાવ્યા મુજબ તેમના લગ્નજીવનને આશરે ૧૬ વર્ષ થયા છે અને તેમને ત્રણ સંતાનો છે. લગ્નના શરૂઆતના વર્ષોમાં સંસાર સુખમય રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પતિ દારૂના નશામાં અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપતો, મારઝૂડ કરતો અને ગાળાગાળી કરતો હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો હતો. ત્રાસ અસહ્ય બનતા મહિલા પોતાના પિયરમાં રહેવા મજબૂર બની હતી. મહિલાની અરજીને પગલે ઈડર મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર દર્શના વારા અને હેતલબેન પંડ્યાએ બંને પક્ષોને કેન્દ્ર ખાતે બોલાવી વિગતવાર કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ પોતાનો સંસાર ફરી વસાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ પતિએ પણ પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં પત્ની સાથે સારી રીતે રહેવાની ખાતરી આપી હતી. બંને પક્ષો વચ્ચે ચર્ચા અને સમજાવટ બાદ પરસ્પર સંમતિથી સમાધાન પત્ર તૈયાર કરવામાં આવ્યો હતો. સમાધાનની શરતો મુજબ પતિએ ભવિષ્યમાં દારૂનું સેવન નહીં કરવા, પત્ની સાથે મારઝૂડ કે ગાળાગાળી નહીં કરવા તેમજ મહેનત-મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવાની બાંહેધરી આપી હતી. પરિવારના વડીલો અને સાક્ષીઓની હાજરીમાં બંને પક્ષોએ સમાધાન પત્ર પર સહીઓ કરી હતી. અંતે દંપતીએ રાજીખુશીથી ફરી સાથે રહી સુખી સંસાર શરૂ કરવાનો નિર્ણય લેતા મહિલા સહાયતા કેન્દ્રના પ્રયાસોથી વર્ષોથી ચાલી રહેલા પારિવારિક વિવાદનો સુખદ અંત આવ્યો હતો
2026-08-30
SABARKANTHA
આધ્યાત્મિક
અંબાજી જતા પદ યાત્રી માટે સેવા કેમ્પ નું આયોજન6
શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિર અંધજ ખાતે માનનીય મહેસુલ મંત્રી શ્રી સંજય સિંહ મહિડા નાવરદ હસ્તે અંબિકા મિત્ર મંડળ અંધજ અને યોગીનગર ના સાથ સહયોગથી આગામી તારીખ 13 9 2026 ના રોજ થી 21 9 2026 સુધી અંબાજી જતા પદ યાત્રિકો માટે ભોજન પ્રસાદ દવા તેમજ ગરમ પાણી તેમજ બીજી અન્ય સુવિધા સાથે નું આયોજન કરવામાં આવેલ છે
2026-08-30
KHEDA
અપરાધ
ગાદલવાળા ના ભરતભાઈ ચૌધરીચકાચારી મર્ડર કેસના એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
ગાદલવાડાના ભરત ચૌધરી ચકચારી મર્ડર કેસના એક વર્ષ થી નાસતો ફરતો આરોપી ઝડપાયો પૈસાની લેતીદેતીમાં મિત્ર સાથે પતાવટ કરવા આવેલા યુવકની 25 જેટલા તત્વોએ તીક્ષ્ણ હથિયાર ઘા મારી હત્યા કરી હતી હત્યામાં સંડોવાયેલા 24 આરોપીઓની અગાઉ ઝડપી પાડી જેલ હવાલે કરાયા હતા પાલનપુરમાં એક વર્ષ અગાઉ પૈસાની લેતીદેતીમાં મિત્ર સાથે પતાવટ કરવા આવેલ ગાદલવાડા ગામના યુવકની 25 જેટલા અસમાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી આ ચકચારી મર્ડર કેસમાં પોલીસે અગાઉ 24 જેટલા આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો જ્યારે એક આરોપી નાસ્તો ફરતો હોય તેને પણ એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડવામાં આવ્યો છે જુદા જુદા આઠ જેટલા ગુનામાં સંડોવાયેલા પાલનપુરના ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા (માળી)એ એક વર્ષ અગાઉ ગાદલવાડા ગામના નીતિન કેશરભાઇ ચૌધરી સાથે પૈસાની લેતીદેતીમાં મામલે સમાધાન થાય પણ સંજોગો ના થયા મારા મારી થતા ભરતભાઈ ચૌધરી નું મર્ડર થયું હતું નીતિને પતાવટ કરવા પાલનપુર બોલાવતા નીતિને તેના મિત્ર ભરતભાઇ ગણેશભાઈ ચૌધરી સાથે પાલનપુરના અમદાવાદ હાઇવે પર આવ્યા હતા જ્યાં લાલા માળીએ તેના સાગરીતો સાથે મળી આ બન્ને યુવકો પર તલવાર. પાઇપો ધોકા જેવા પ્રાણ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં બન્ને યુવકો ગંભીર ઘાયલ થયા હતા અને ભરત ચૌધરીનું મોત નિપજ્યું હતું જે મામલે 25 જેટલા આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ થતા તેમને અગાઉ ઝડપી લેવાયા હતા આ ચકચારી મર્ડર કેસમાં પાલનપુરમાં જામપુરા પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ આનંદ નગર સોસાયટીમાં રહેતો અશ્વિન ઉર્ફ રાજુ શંકરભાઈ હીરાભાઈ પટેલ એક વર્ષ થઈ ફરાર હોય એલસીબી પોલીસની ટીમે હ્યુમન શોર્સ અને ટેકનિકલ માહિતીના આધારે તેને પાલનપુર ગઠામાગ પાટિયા પાસે થી ઝડપી પાડવામાં આવ્યા છે.
2026-08-30
BANASKANTHA
More News