પિતલ મોહમદહનીફ | By Akhand Bharat Team | Published: 2026-08-30Generalપિતલ મોહમદહનીફગોધરા વ્હોરવાડ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટના પાર્કિંગ તથા આજુબાજુના વિસ્તારમાંથી મો.સા.ના મેકવ્હીલ સાથેના ચોરીના ટાયરો નંગ-૧૨ કિ.રૂ.૪૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. માં દાખલ થયેલ મો.સા.ના મેકવ્હીલ સાથેના ટાયરો ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પંચમહાલ-ગોધરા. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, વિધિ ચૌધરી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી, ડૉ. હરેશભાઈ દુધાત સાહેબ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, એ.બી.વોરા એલ.સી.બી. ગોધરા નાઓને મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબંધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના અધિકારીશ્રી/કર્મચારીઓને વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચના કરેલ. જે સુચના મુજબ આ.પો.કો અલ્પેશભાઈ નારણભાઈ એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી માહીતી હકીકત મળેલ કે, આજથી પાંચેક દિવસ પહેલા ગોધરા વ્હોરવાડ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટના પાર્કિંગ તથા આજુબાજુના વિસ્તારમાંથી મો.સા.ના મેકવ્હીલ સાથેના ટાયરોની ચોરી થયેલ છે તે મો.સા.ના ટાયરો મેકવ્હીલ સાથેના લઈને રીઝવાન શબ્બીર ડમરી રહે.ગોંદ્રા સર્કલ ગુલશન સોસાયટી ગોધરા જી.પંચમહાલ નાઓ ગોધરા જુની આર.ટી.ઓ રોડ,ટી.વી.સ્ટેશનની બાજુમા ખુલ્લી અવાવરુ જગ્યામા સંતાડી રાખેલ છે અને હાલ તેને સગેવગે કરવાની તૈયારીમા છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે શ્રી એચ.આર.જેતાવત પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ગોધરા જુની આર.ટી.ઓ રોડ ટી.વી.સ્ટેશનની બાજુમા ખુલ્લી જગ્યામા જઈ ખાનગી વોચ રાખી તપાસ કરતા બાતમી મુજબનો ઇસમ જોવા મળેલ જેથી ચારેય બાજુથી કોર્ડન કરી બાતમી મુજબના ઇસમને મો.સા.ના મેકવ્હીલ સાથેના ટાયરો નંગ-૧૨ સાથે પકડી પાડી મો.સાના મેકવ્હીલ સાથેના ટાયરો સંબધે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવો નહી હોવાનુ જણાવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ:- (૧) મો.સા.ના મેકવ્હીલ સાથેના ટાયરો નંગ-૧૨ કિ.રૂ.૪૮,૦૦૦/- પકડાયેલ આરોપી:- (૧)રીઝવાન શબ્બીર ડમરી ઉ.વ.૨૨ રહે.ગોંદ્રા સર્કલ ગુલશન સોસાયટી ગોધરા જી.પંચમહાલ સહ આરોપીઃ- (૧) સદામહુસૈન વસીમ મન્સુરી રહે.ગોંદ્રા સર્કલ નુરાની મસ્જિદ પાસે ગોધરા આરોપીએ કરેલ કબુલાતઃ- ઉપરોકત પકડાયેલ આરોપીની ઘનિષ્ઠ પુછપરછ કરતા હકીકત જણાવેલ કે, તા.૨૩/૦૮/૨૦૨૬ ના રોજ રીઝવાન શબ્બીર ડમરી તથા સદામહુસૈન વસીમ મન્સુરી રહે.ગોંદ્રા સર્કલ નુરાની મસ્જિદ પાસે ગોધરા નાઓએ મળી રાત્રીના એક થી બે વાગ્યાના અરસામા ગોધરા વ્હોરવાડ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી તેમજ આજુબાજુનાવિસ્તારમાથી મો.સા.ના ટાયરો મેકવ્હીલ સાથેના નંગ-૧૨ ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે સંબધે તપાસ કરતા નીચે મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ થયેલ છે. ડીટેકટ થયેલ ગુનો:- (૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૭૦૦૨૨૬૦૪૮૮/૨૦૨૬ બી.એન.એસ. -૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ કામગીરી કરનાર ટીમના અધિકારી / કર્મચારી:- (૧) શ્રી એચ.આર.જેતાવત પો.સ.ઈ. એલ.સી.બી. ગોધરા. (૨) નરેન્દ્રસિંહ જયરામસિંહ એ.એસ.આઈ. એલ.સી.બી. ગોધરા. (૩) અલ્પેશભાઇ નારણભાઈ આ.પો.કો એલ.સી.બી. ગોધરા. (૪) યોગેશકુમાર સુભાષચંન્દ્ર આ.પો.કો. એલ.સી.બી. ગોધરા. (૫) નરેશકુમાર કાન્તીલાલ આ.પો.કો. એલ.સી.બી. ગોધરા.
અકસ્માતસાંતલપુરના વૌવા ગામે અજાણ્યા હિંસક પ્રાણીનો આતંક,20થી વધુ ગ્રામજનો અને પશુઓ પર હુમલો થતાં ગામમાં ફફડાટ.2026-08-30PATAN
અકસ્માતકીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર અકસ્માત: મુળદ ગામની સીમમાં કાર સામે અચાનક ભેંસ આવતા અકસ્માત 2026-08-30SURAT
અકસ્માતધનસુરા નજીક માઝૂમ નદી માંથી 51 વર્ષ ના પુરુષની મૂત દેહ મળી આવ્યો ધનસુરા તાલુકાના કનાલ ગામ નદીમાંથી મૂર્ત દેહ મળી આવ્યો હતો મુ તકની ઓળખાણ કનાલ ગામ ના દશરથજી માસંગજી પરમાર તરીકે થય છે આ ઘટના અંગે ધનસુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી2026-08-28ARVALLI
અકસ્માતશિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીમાં મચ્છી મારવા ગયેલ યુવકનું પાણી ડુબી જવા મોત 2026-08-28VADODARA
અકસ્માતધનસુરા તાલુકાના કનાલ ગામ નજીક માઝુમ નદીમાંથી 51 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. 2026-08-28ARVALLI
અકસ્માતસાકી ગામની સીમમાં ઉધના-ચલથાણ નહેરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો, પંથકમાં ચકચાર2026-08-25SURAT
અકસ્માતધોળકા GIDCમાં આખલાનો આતંક: 50 વર્ષીય વ્યક્તિનો ભોગ, તંત્રની આંખો ક્યારે ખુલશે?2026-08-24AHMEDABAD
અકસ્માતઅહેવાલ :જીતેન્દ્ર પરમાર- અરવલ્લી જીઇબીના શામળાજી સબ ડિવિઝન વિસ્તારમાં વીજકર્મચારીનું કરંટ લાગતા મોત, કરૂણ ઘટના સામે આવી2026-08-24ARVALLI
અકસ્માતવાંકાનેડા ગામના બે યુવાનો ચલથાણ નહેરમાં પડતા બન્ને તળાયા ફાયરની ટીમે મોટરસાયકલ બહાર કાઢી યુવાનો લાપતા2026-08-23SURAT