અલીણા મહુધા મીયાપુર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું KHEDA | By Akhand Bharat Team | Published: 2026-08-28અકસ્માતઅલીણા મહુધા મીયાપુર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું અલીણા મહુધા મીયાપુર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું ગ્રામ પંચાયતમાં વીસીઈ તરીકે ફરજ બજાવતો યુવક મોટરસાયકલ લઈને ડાકોર રણછોડજી મંદિરના દર્શન કરવા જતાં હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ નડિયાદ, તા.૨૭ મહુધા તાલુકાના અલીણા રોડ મિયાપુર પાટીયા પાસે આજે બપોરે સાઈડ લાઈટ બતાવ્યા વગર ટર્ન લેતા મોટરસાયકલ અન્ય મોટરસાયકલ સાથે અથડાતા ગંભીર રીતે ઈજા પામેલ બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહુધા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ખેડા તાલુકાના સમાદરા ગામના ભાથીભાઈ વિઠ્ઠલભાઈ ઝાલા ગ્રામ પંચાયતમાં વીસીઈ તરીકે ફરજ બજાવે છે આજે સવારે ભાથીભાઈ ઝાલા (ઉંમર વર્ષ ૩૮) મોટર સાયકલ લઈને ડાકોર રણછોડજી મંદિરના દર્શન કરવા જવા નીકળ્યા હતા તેઓ ૧૨/૩૦ વાગ્યાના સુમારે અલીણા રોડ પર મિયાપુર પાટીયા નજીકથી પસાર થતા હતા ત્યારે પૂરઝડપે અને બેફામ હંકારી રહેલી બાઈકના ચાલકે ગફલતભરી રીતે સાઈડ લાઈટ બતાવ્યા વગર ટર્ન લેતા મોટરસાયકલ સાથે અથડાતા બંને મોટર સાયકલ રોડ પર ફંગોળાઇ ગઈ હતી. આ અકસ્માતમાં બાઈક સવાર ભાથીભાઈ વિઠ્ઠલભાઈ ઝાલાનું ગંભીર ઈજા થતાં આજુબાજુના લોકોએ દોડી જઈ ઈજાગ્રસ્તને સારવાર માટે મહુધા સરકારી હોસ્પિટલમાં લઈ જતા ભાથીભાઈ ઝાલાનું મોત નીપજ્યું હતું. આ મામલે સંદીપભાઈ ડાહ્યાભાઈ ઝાલાની ફરિયાદ આધારે મહુધા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતસાંતલપુરના વૌવા ગામે અજાણ્યા હિંસક પ્રાણીનો આતંક,20થી વધુ ગ્રામજનો અને પશુઓ પર હુમલો થતાં ગામમાં ફફડાટ.2026-08-30PATAN
અકસ્માતકીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર અકસ્માત: મુળદ ગામની સીમમાં કાર સામે અચાનક ભેંસ આવતા અકસ્માત 2026-08-30SURAT
અકસ્માતધનસુરા નજીક માઝૂમ નદી માંથી 51 વર્ષ ના પુરુષની મૂત દેહ મળી આવ્યો ધનસુરા તાલુકાના કનાલ ગામ નદીમાંથી મૂર્ત દેહ મળી આવ્યો હતો મુ તકની ઓળખાણ કનાલ ગામ ના દશરથજી માસંગજી પરમાર તરીકે થય છે આ ઘટના અંગે ધનસુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી2026-08-28ARVALLI
અકસ્માતશિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીમાં મચ્છી મારવા ગયેલ યુવકનું પાણી ડુબી જવા મોત 2026-08-28VADODARA
અકસ્માતધનસુરા તાલુકાના કનાલ ગામ નજીક માઝુમ નદીમાંથી 51 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. 2026-08-28ARVALLI
અકસ્માતસાકી ગામની સીમમાં ઉધના-ચલથાણ નહેરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો, પંથકમાં ચકચાર2026-08-25SURAT
અકસ્માતધોળકા GIDCમાં આખલાનો આતંક: 50 વર્ષીય વ્યક્તિનો ભોગ, તંત્રની આંખો ક્યારે ખુલશે?2026-08-24AHMEDABAD
અકસ્માતઅહેવાલ :જીતેન્દ્ર પરમાર- અરવલ્લી જીઇબીના શામળાજી સબ ડિવિઝન વિસ્તારમાં વીજકર્મચારીનું કરંટ લાગતા મોત, કરૂણ ઘટના સામે આવી2026-08-24ARVALLI
અકસ્માતવાંકાનેડા ગામના બે યુવાનો ચલથાણ નહેરમાં પડતા બન્ને તળાયા ફાયરની ટીમે મોટરસાયકલ બહાર કાઢી યુવાનો લાપતા2026-08-23SURAT