જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ વચ્ચેનો 33 ફૂટનો માર્ગ સર્વ સંમતિથી ખુલ્લો કરવામાં આવ્યો...... | Akhand Bharat Dainik
જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ વચ્ચેનો 33 ફૂટનો માર્ગ સર્વ સંમતિથી ખુલ્લો કરવામાં આવ્યો......
JUNAGADH | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ વચ્ચેનો 33 ફૂટનો માર્ગ સર્વ સંમતિથી ખુલ્લો કરવામાં આવ્યો......
એન્કર....જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ વચ્ચેનો 33 ફૂટનો માર્ગ સર્વ સંમતિથી ખુલ્લો કરવામાં આવ્યો....... વીઓ........ જુનાગઢ ના ભેસાણ તાલુકા ના ચુડા અને ઢોળવા ગામ નો રસ્તો જે માર્ગ કેજે રાજાશાહી વખતનો હતો અને તેમાં રાજાશાહીમાં ભરભરેલા બે ગાડા સામ સામે નીકળી શકતા હતા તે ઉપરાંત જ્યારે જુનાગઢ ચુડા બસ વાયા ઢોળવા ચાલતી ત્યારે પણ આ જ રસ્તા નો ઉપયોગ કરવામાં આવતો હતો સમયની જતા ની સાથે ધીરે ધીરે બંને સાઈડમાં થી વાડો વગેરે વધતા આ મારગ સાવ સાંકડો થઈ ગયેલ હતો અને તેમાંથી ટ્રેક્ટર કે મોટરસાયકલ મળે તો તે એક સાથે નીકળી શકતા પણ નહોતા ગામ લોકોએ જે આ માર્ગ વાપરતા હતા તે ચુડાના તે રસ્તા ઉપર આવેલા ખાતેદાર ખેડૂતોએ સાથે મળીને એક મીટીંગ કરી તેમાં ચુડા ના રાજવી પરિવારના દરબાર ભરતસિંહ વાળા અને ગોદડ વાળા પણ હાજર રહેલ અને આ તમામ બાબત જિલ્લા કલેક્ટર ની સૂચના અને ભેસાણ મામલતદાર પારધી સાહેબ ની સમજાવટ અને પ્રેરણાથી અને આ કાર્ય માટે મનીષભાઈ કાળુંભાઈ ગોંડલીયા ચુડા ગામના સરપંચ ઉદયભાઇ ગોંડલીયા ગોવિંદભાઈ કોરાટ વલ્લભભાઈ ગજેરા કોમલ ભાઈ વગેરે બંને ગામના આગેવાનો હાજર રહ્યા હતા આ રસ્તા ઉપર આવતા તમામ ખેડૂત ખાતેદારોએ સર્વ સંમતિ અને સ્વખર્ચે અને એક પણ સરકારી પૈસાનો ખર્ચ કર્યા વગર આ રોડને 33 ફૂટ ખુલ્લો કરવામાં આવ્યો હતો તે ખરેખર આ એક પ્રેરણાદાયક કાર્ય કહેવાય સર્વ સંમતિથી અને નિર્વિવાદિત ઉકેલ આવે અને આ એક એવી ઘટના જુનાગઢ જિલ્લામાં કદાચ પહેલી વાર બની હશે વધુમાં વાત કરતા ચુડા સ્ટેટ દરબાર ભરતભાઈ વાળા એ જણાવ્યું હતું કે છેલ્લા દોઢબે વર્ષથી મુન્નાભાઈ ગોંડલીયા અને ચુડા ગામના ઉપસરપંચ ઉદયભાઇ ગોંડલીયા આ બાબતથી સતત મહેનત કરી રહ્યા હતા અને મારા હસ્તક્ષેપ કરવાથી લોકોએ મારી વાત ને મહત્વ આપ્યું અને આ એક સારું અને બધાને ઉપયોગી કાર્ય થઈ શક્યું છે હું સર્વ ગામ વાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુંઅને હજુ જો આવા કાર્ય સર્વ સંમતિથી થાય તો ખેડૂતોને ચોમાસાની અંદર અને મોસમના ટાઈમે જે હાલાકીઓ પડી રહી છે તે કાયમી માટે દૂર થઈ શકે અને સારા રોડ રસ્તા ના કારણે જમીનની વેલ્યુસણ પણ વધી શકેછે