આંબાઘાટા ઢાળ પર કપચી ભરેલી ટ્રક પલટી, મોટી હોનારત ટળી
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
અકસ્માત
આંબાઘાટા ઢાળ પર કપચી ભરેલી ટ્રક પલટી, મોટી હોનારત ટળી
સ્થળ: આંબાઘાટા ઢાળ
આંબાઘાટા ઢાળ પાસે આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. કપચી (મેટલ) ભરીને જઈ રહેલી એક ટાટા (TATA) કંપનીની ટ્રક (નંબર: GJ 02 B T 2395) અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં પલટી મારી ગઈ હતી.
વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે ટ્રક પલટી મારી જતાં તેમાં ભરેલી તમામ કપચી રસ્તાની એક બાજુ ઢગલો થઈ ગઈ હતી. ટ્રકની બોડી અને નીચેના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે.
રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મોટો જાનમાલનો અકસ્માત થતા ટળ્યો છે