વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બરકાલ ગામે ગત તારીખ 26 8 2026 ના રોજ વસાવા શનાભાઈ મણીલાલ નર્મદા નદીમાં મચ્છી મારવા ગયા હતા તેવો મોડી સાંજ સુધી ધરે આવ્યા નહતા તેઓના પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી લાંબી શોધખોળ દરમિયાન આજે સવારે નમૅદા નદી માંથી તેમનો મૃતદેહ મળી આવતા તેમના પરિવાર માં શોકમાતમ છવાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ પોતાના ઘરેથી સાંજના 5થી6 વાગ્યા સમયે નમૅદા નદીએ મચ્છી મારવા ગયા હતા મોડી રાત સુધી ઘરે પરત ન આવતાં પરિવાર ચિંતીત બન્યો હતોજેથી પરિવાર તેમજ સ્થાનિક લોકો ની મદદ થી આજે સવારે શોધખોળ દરમિયાન તારીખ 27 8 2026ને 10 વાગ્યા ની આજુબાજુ તેમનો મૃત્યુદેહ મળી આવતા તેમના પરિવાર તેમજ સ્થાનિક લોકો માં શોકમાતમ છવાયો હતો .ધટના નીજાણ થતા જ શિનોર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.