વાંકાનેડા ગામના બે યુવાનો ચલથાણ નહેરમાં પડતા બન્ને તળાયા ફાયરની ટીમે મોટરસાયકલ બહાર કાઢી યુવાનો લાપતા
SURAT | By Akhand Bharat Team | Published:
અકસ્માત
વાંકાનેડા ગામના બે યુવાનો ચલથાણ નહેરમાં પડતા બન્ને તળાયા ફાયરની ટીમે મોટરસાયકલ બહાર કાઢી યુવાનો લાપતા
પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે રહેતા 20 વર્ષીય શુભમ સુધાકર ગાયકવાડ, અને 20 વર્ષીય મિત્ર દીપક પ્રેસમસિંગ રાજપૂત શનિવારે રાત્રે હીરો મોટરસાયકલ નંબર GJ 19 AG 7752 લઈને ચલથાણ ઇલેક્ટ્રિકની દુકાનેથી જવા નીકળ્યા હતા દરમ્યાન સાકી ગામે આવેલી પેસિફિક કૉલેજ પાસે મોટર સાયકલ સાથે નહેરમાં પડી ગયા હતા દરમ્યાન રાત્રિના 9.30 વાગ્યાના સુમારે નહેર ઉપરથી પસાર થતા નિલેશભાઈ મોરીની નજર નહેરની અંદરથી આવતી મોટરસાઇકલની લાઈટ ઉપર પડતા તુરંત પલસાણા પોલીસ અને ફાયરને જાણ કરતા કડોદરા PEPL ફાયર અને બારડોલી ફાયરની ટીમે શોધખોળ શરૂ કરતા નહેર માંથી મોટરસાયકલ મળી આવતા તેને બહાર કાઢી ગુમ થયેલા બે યુવાનોની શોધખોળ હાથ ધરી છે.