કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર અકસ્માત: મુળદ ગામની સીમમાં કાર સામે અચાનક ભેંસ આવતા અકસ્માત
SURAT | By Akhand Bharat Team | Published:
અકસ્માત
કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર અકસ્માત: મુળદ ગામની સીમમાં કાર સામે અચાનક ભેંસ આવતા અકસ્માત
કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે નંબર 548 પર મુળદ ગામની સીમમાં એક માર્ગ અકસ્માત સર્જાયો છે. ઝડપભેર પસાર થઈ રહેલી કાર સામે અચાનક ભેંસ આવી જતાં બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્માતને પગલે કારમાં બેઠેલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત મા કાર ના આગળ ના ભાગ મા મોટુ નુકસાન થયુ હતુ.ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
રાજ્યના મુખ્ય માર્ગો પર અચાનક રખડતા પશુઓ આવી જવાના કારણે અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈને વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.