પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, વિધિ ચૌધરી સાહેબ એ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી, ડૉ. હરેશભાઈ દુધાત સાહેબ એ પોલીસ ઇન્સ્પેકટર શ્રી, એ.બી.વોરા એલ.સી.બી. ગોધરાને મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના અધિકારીશ્રી/કર્મચારીઓને વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચના કરેલ.
જે સુચના મુજબ આ.પો.કો અલ્પેશભાઈ નારણભાઈ એલ.સી.બી. ગોધરાને ખાનગી બાતમીદારથી માહીતી હકીકત મળેલ કે, આજથી પાંચેક દિવસ પહેલા ગોધરા વ્હોરવાડ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટના પાર્કિંગ તથા આજુબાજુના વિસ્તારમાંથી મો.સા.ના મેકવ્હીલ સાથેના ટાયરોની ચોરી થયેલ છે તે મો.સા.ના ટાયરો મેકવ્હીલ સાથેના લઈને રીઝવાન શબ્બીર ડમરી રહે.ગોંદ્રા સર્કલ ગુલશન સોસાયટી ગોધરા જી.પંચમહાલ નાઓ ગોધરા જુની આર.ટી.ઓ રોડ,ટી.વી.સ્ટેશનની બાજુમા ખુલ્લી અવાવરુ જગ્યામા સંતાડી રાખેલ છે અને હાલ તેને સગેવગે કરવાની તૈયારીમા છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે શ્રી એચ.આર.જેતાવત પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ગોધરા જુની આર.ટી.ઓ રોડ ટી.વી.સ્ટેશનની બાજુમા ખુલ્લી જગ્યામા જઇ ખાનગી વોચ રાખી તપાસ કરતા બાતમી મુજબનો ઇસમ જોવા મળેલ જેથી ચારેય બાજુથી કોર્ડન કરી બાતમી મુજબના ઇસમને મો.સા.ના મેકવ્હીલ સાથેના ટાયરો નંગ-૧૨ સાથે પકડી પાડી મો.સા.ના મેકવ્હીલ સાથેના ટાયરો સંબધે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવો નહી હોવાનુ જણાવેલ છે. જેથી મો.સા.ના મેકવ્હીલ સાથેના ટાયરો નંગ-૧૨ જેની કિ.રૂ.૪૮,૦૦૦/- થાય છે તેમજ
રીઝવાન શબ્બીર ડમરી ઉ.વ.૨૨ રહે.ગોંદ્રા સર્કલ ગુલશન સોસાયટી ગોધરા જી.પંચમહાલ તથા
સહ આરોપી સદામહુસૈન વસીમ મન્સુરી રહે.ગોંદ્રા સર્કલ નુરાની મસ્જિદ પાસે ગોધરાને પણ પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીની ઘનિષ્ઠ પુછપરછ કરતા હકીકત જણાવેલ કે, તા.૨૩/૦૮/૨૦૨૬ ના રોજ રીઝવાન શબ્બીર ડમરી તથા સદામહુસૈન વસીમ મન્સુરી રહે.ગોંદ્રા સર્કલ નુરાની મસ્જિદ પાસે મળી રાત્રીના એક થી બે વાગ્યાના અરસામા ગોધરા વ્હોરવાડ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટના પાર્કિગમાંથી તેમજ આજુબાજુના વિસ્તારમાથી મો.સા.ના ટાયરો મેવ્હીલ સાથેના નંગ-૧૨ ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે સંબધે તપાસ કરતા
ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.
૧૧૨૦૭૦૦૨૨૬૦૪૮૮/૨૦૨૬ બી.એન.એસ. -૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો ડીટેકેટ કરેલ છે