અમદાવાદ ગ્રામ્યની દેત્રોજ માઈનોર કેનાલમાંથી 31 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
અકસ્માત
અમદાવાદ ગ્રામ્યની દેત્રોજ માઈનોર કેનાલમાંથી 31 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો
આસીકઅલી ગીલાણી વિરમગામ. અમદાવાદ ગ્રામ્યના .દેત્રોજ ફાટકથી આગળ માઈનોર કેનાલના સાઈફન નજીકથી 31 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતકની ઓળખ શક્તિસિંહ હરિસિંહ સોલંકી, રહે. કુકવાવ તરીકે થઈ છે.પ્રાથમિક માહિતી મુજબ યુવક કેનાલમાં પડી ગયો હોવાનું અને પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં દેત્રોજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહ અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. અખંડ ભારત