ડાંગના સેવાધામ ખાતે ૧૭૬ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત: આત્મનિર્ભરતા તરફ કદમ*રિપોર્ટર ઘિસારામ ચૌધરી | Akhand Bharat Dainik
ડાંગના સેવાધામ ખાતે ૧૭૬ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત: આત્મનિર્ભરતા તરફ કદમ*રિપોર્ટર ઘિસારામ ચૌધરી
DANG | By Akhand Bharat Team | Published:
General
ડાંગના સેવાધામ ખાતે ૧૭૬ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત: આત્મનિર્ભરતા તરફ કદમ*રિપોર્ટર ઘિસારામ ચૌધરી
આહવા
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ (સેવાધામ) દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ પૂર્ણ કરનાર ૧૭૬ ભાઈ-બહેનો માટે ભવ્ય પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
સેવાધામ દ્વારા સ્થાનિક યુવાનો અને મહિલાઓ પગભર બની શકે તે હેતુથી સીવણ, કોમ્પ્યુટર, સુથારીકામ અને પ્લમ્બિંગ જેવા લાઈફ સ્કિલ તેમજ કૌશલ્યવર્ધક કોર્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તમામ તાલીમાર્થીઓને ટ્રસ્ટના પ્રમુખ શ્રી તુલસીભાઈ માવાણીના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા, જેમાં કોમ્પ્યુટર કોર્સ પૂર્ણ કરનાર *પૂજા ઘિસારામ ચૌધરી* સહિતના ૧૭૬ યુવાનોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે શ્રી તુલસીભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, "વર્તમાન સમયમાં નવી પેઢી માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતી સીમિત ન રહેતા વિવિધ કૌશલ્યો શીખીને આત્મનિર્ભર બને તે ખૂબ જ જરૂરી છે." તેમણે ઉમેર્યું કે આ તાલીમ દ્વારા યુવાનો રોજગાર અને સ્વરોજગારની નવી દિશા મેળવશે.
પ્રમાણપત્રો મેળવ્યા બાદ તાલીમાર્થીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.