ગાદલવાળા ના ભરતભાઈ ચૌધરીચકાચારી મર્ડર કેસના એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
અપરાધ
ગાદલવાળા ના ભરતભાઈ ચૌધરીચકાચારી મર્ડર કેસના એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
ગાદલવાડાના ભરત ચૌધરી ચકચારી મર્ડર કેસના એક વર્ષ થી નાસતો ફરતો આરોપી ઝડપાયો
પૈસાની લેતીદેતીમાં મિત્ર સાથે પતાવટ કરવા આવેલા યુવકની 25 જેટલા તત્વોએ તીક્ષ્ણ હથિયાર ઘા મારી હત્યા કરી હતી
હત્યામાં સંડોવાયેલા 24 આરોપીઓની અગાઉ ઝડપી પાડી જેલ હવાલે કરાયા હતા
પાલનપુરમાં એક વર્ષ અગાઉ પૈસાની લેતીદેતીમાં મિત્ર સાથે પતાવટ કરવા આવેલ ગાદલવાડા ગામના યુવકની 25 જેટલા અસમાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી આ ચકચારી મર્ડર કેસમાં પોલીસે અગાઉ 24 જેટલા આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો જ્યારે એક આરોપી નાસ્તો ફરતો હોય તેને પણ એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડવામાં આવ્યો છે
જુદા જુદા આઠ જેટલા ગુનામાં સંડોવાયેલા પાલનપુરના ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા (માળી)એ એક વર્ષ અગાઉ ગાદલવાડા ગામના નીતિન કેશરભાઇ ચૌધરી સાથે પૈસાની લેતીદેતીમાં મામલે સમાધાન થાય પણ સંજોગો ના થયા મારા મારી થતા ભરતભાઈ ચૌધરી નું મર્ડર થયું હતું નીતિને પતાવટ કરવા પાલનપુર બોલાવતા નીતિને તેના મિત્ર ભરતભાઇ ગણેશભાઈ ચૌધરી સાથે પાલનપુરના અમદાવાદ હાઇવે પર આવ્યા હતા જ્યાં લાલા માળીએ તેના સાગરીતો સાથે મળી આ બન્ને યુવકો પર તલવાર. પાઇપો ધોકા જેવા પ્રાણ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં બન્ને યુવકો ગંભીર ઘાયલ થયા હતા અને ભરત ચૌધરીનું મોત નિપજ્યું હતું જે મામલે 25 જેટલા આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ થતા તેમને અગાઉ ઝડપી લેવાયા હતા આ ચકચારી મર્ડર કેસમાં પાલનપુરમાં જામપુરા પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ આનંદ નગર સોસાયટીમાં રહેતો અશ્વિન ઉર્ફ રાજુ શંકરભાઈ હીરાભાઈ પટેલ એક વર્ષ થઈ ફરાર હોય એલસીબી પોલીસની ટીમે હ્યુમન શોર્સ અને ટેકનિકલ માહિતીના આધારે તેને
પાલનપુર ગઠામાગ પાટિયા પાસે થી ઝડપી પાડવામાં આવ્યા છે.