જગડિયા તાલુકાના નાનાસાંજા ગામ નજીક હાઈવા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા માર્ગ સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી.
પ્રાથમિક માહિતી મુજબ નાનાસાંજા ગામ નજીક હાઈવા ડીવાઈડર કૂદી અને સામેના ટ્રેક માં જઇ રહેલી ટ્રક સાથે જોરદારભટકાઈ હતી.. ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનોને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી.
સદનશીબે અકસ્મતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાઈવા ચાલક ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ડ્રાઈવર ને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દવાખાને રવાના કરેલ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
નાનાસાંજા તથા આસપાસના માર્ગો પર ભારે વાહનોની અવરજવર વધતી જતી હોવાને કારણે ટ્રાફિક નિયમોનું પાલન, વાહનોની ઝડપ પર નિયંત્રણ અને માર્ગ સલામતીની વ્યવસ્થા અંગે તંત્ર દ્વારા ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
આ અકસ્માતે ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે, ભારે વાહનોની બેફામ અવરજવર અને માર્ગ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા નહીં હોય તો આગામી સમયમાં વધુ મોટી દુર્ઘટનાઓને કેવી રીતે અટકાવી શકાશે? તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ છે.