પાલીતાણાના ભવાની તળાવમાં યુવક ડૂબ્યાની આશંકા બાદ મૃતદેહ મળ્યો
BHAVNAGAR | By Akhand Bharat Team | Published:
અકસ્માત
પાલીતાણાના ભવાની તળાવમાં યુવક ડૂબ્યાની આશંકા બાદ મૃતદેહ મળ્યો
પાલીતાણાના ભવાની તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાની આશંકા બાદ હાથ ધરાયેલી શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પાલીતાણાના સિંધી કેમ્પ વિસ્તારમાં રહેતા જીતુભાઈ નામદેવભાઈ પુરુષવાણી ગત રાત્રિના સમયે ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ભવાની તળાવ નજીક તેમની ટુ-વ્હીલર મળી આવતા તેઓ તળાવમાં ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં પાલીતાણા ફાયર વિભાગની ટીમ તેમજ તળાજાથી આવેલી ટીમ દ્વારા તળાવમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
લાંબી શોધખોળ બાદ જીતુભાઈ પુરુષવાણીનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.