લુણાવાડાના સાલેરા ગામના GRD જવાનનો કેનાલમાંથી મૃતદેહ મળિયો
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
અકસ્માત
લુણાવાડાના સાલેરા ગામના GRD જવાનનો કેનાલમાંથી મૃતદેહ મળિયો
લુણાવાડા તાલુકાના સાલેરા ગામના GRD જવાન કાળીદાસ ભોઈનો મૃતદેહ સોનેલા નજીકની કેનાલમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ કાળીદાસ ભોઈ બહેનના ઘરેથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન સોનેલા નજીક આવેલી કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે, કાળીદાસ ભોઈનું મોત હત્યા છે કે આત્મહત્યા, તેને લઈને પરિવારજનોમાં શંકા અને રોષ જોવા મળી રહ્યો છે. પરિવાર દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
ઘટનાની સત્યતા બહાર આવે અને મોતનું ચોક્કસ કારણ જાણી શકાય તે માટે પરિવારજનોએ પોસ્ટમોર્ટમ (PM) તેમજ તપાસ કરાવવાની માંગ કરી છે.
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ અને અન્ય તપાસના અહેવાલ બાદ જ કાળીદાસ ભોઈના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.તલાર જયેશ