ધોળકા RNB વિભાગ ની બેદરકારી | Akhand Bharat Dainik
ધોળકા RNB વિભાગ ની બેદરકારી
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
ધોળકા RNB વિભાગ ની બેદરકારી
ધોળકા RNB વિભાગ દ્વારા સરોડા ગામ ના બ્રિજ ની ઉતારતા અને ચઢતા એક બાજુ ના ભાગે સારી હાલત માં જે રોડ છે એને તોડી ને ફરીથી નવેસર થી બનાવવા ની કામગીરી ચાલુ કરેલ છે જે રોડ હાલ સારી હાલત માં છે છતાં પણ કોની રહેમ નજર હેઠળ આ પ્રજા ના પૈસે ધુમાડો કરવા માં આવે છે. માનનીય મુખ્ય મંત્રી શ્રી એ તૂટેલા રોડ નવા બનાવવાવા નું કહેલ છે છતાં RNB વિભાગ દ્વારા સારો રોડ તોડી ને નવો બનાવી સરકાર ના પૈસા વેડફે છે.
સારો રોડ તૂટેલો છે એનું ઇન્સ્પેકશન કોને કર્યું, ઇન્સ્પેકશન થયાં પછી નવો સિમેન્ટ , કપચી નો રોડ બનાવવા ની કામગીરી કરવા ની સ્થળ તપાસ કર્યા સિવાય પરવાનગી કોને આપી એ ચર્ચા નો વિષય છે. ગ્રામ જનો ની માંગ છે કે આ બાબતે યોગ્ય તપાસ થવી જોઈ એ