Thursday, July 16, 2026
Join our
WhatsApp Channel
Home
Sankalp Partners
AB-Win Inquiry
About Us
E-Paper
Education Ambassador
Community
Advertisement
Contact Us
BREAKING NEWS
Politics
Sports
Entertainment
Business
Technology
Health
Education
Lifestyle
Opinion
Crime
World News
Science
Environment
Finance
Startups
Real Estate
Travel
Food & Dining
Fashion
Culture
Art
Music
Movies & TV
Gaming
Automotive
Jobs & Careers
Personal Finance
Parenting
Religion & Faith
Weather
Parenting News
Latest News
શિક્ષણ જગત
ગોતા પ્રાથમિક શાળામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની ભવ્ય ઉજવણી
ગોતા પ્રાથમિક શાળામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની ભવ્ય ઉજવણી અમદાવાદ: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ગોતા પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (વ્હાલા દાદા) ના જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર અને સ્થાનિક જનપ્રતિનિધિઓએ સાથે મળીને મુખ્યમંત્રીશ્રીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની મંગલ કામનાઓ કરી હતી. મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ આ શુભ પ્રસંગે ગોતા વોર્ડના સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓએ ખાસ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. મહેમાનોનું શાળાના બાળકો દ્વારા કુમકુમ તિલક અને સુંદર હસ્તનિર્મિત ગ્રીટિંગ કાર્ડ્સ આપીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય અને પુસ્તક વિતરણ કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે શાળાના તેજસ્વી અને ઉત્સાહી બાળકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ, પુસ્તકો અને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાળકોને ચોકલેટ વહેંચીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું, જેનાથી બાળકોના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી. શાળા પરિવારનો ઉત્સાહ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી સાહરભાઈ દેસાઈ, શાળાની તમામ શિક્ષિકા બહેનો અને સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. શાળાના બ્લેકબોર્ડ પર પણ સુંદર ચિત્રો અને 'વ્હાલા દાદા' ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ લખીને સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દેવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આ સુંદર આયોજન બદલ આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
2026-07-15
AHMEDABAD
શિક્ષણ જગત
સરસ્વતી અધ્યાપન મંદિરના બેચરાજીના પીટીસી ના તાલીમાર્થીઓને કાયદાકીય જ્ઞાન આપતા બેચરાજી પોલીસ સ્ટેશન અધિકારી.
સામાન્ય માણસને પોલીસ સ્ટેશનનું નામ સાંભળતા છે. પરસેવો છૂટી જતો હોય છે એવી પોલીસ ની છાપ ક્યાંક આપણને જાણવા મળે છે પણ પોલીસ વિભાગ દ્વારા ઉત્તમ અને પ્રેરણાદાયક દાખલાઓ પણ સાંભળવા મળતા હોય છે બસ આવુજ એક ઉત્તમ ઉદાહરણ મહેસાણા જિલ્લાના બેચરાજી ગામના પોલીસ સ્ટેશનનું સામે આવ્યું છે. સરસ્વતી અધ્યાપન મંદિર પીટીસી કોલેજ બેચરાજી તાલીમાર્થી જે ભવિષ્યના શિક્ષક બનવા જઈ રહ્યા છે જેમને શિક્ષણની સાથે સાથે કાયદા કાનૂન અંગે પણ જાણકારી મેળવી શકે એ હેતુને ધ્યાનમાં રાખી તાલીમાર્થી ની મુલાકાત દરમિયાન બેચરાજી પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ શ્રી રમેશભાઈ અને Asi રીંકુબેન દ્વારા પોલીસના મુખ્ય કાર્યો, પોલીસ સ્ટેશન એ વિવિધ શાખાઓ ની માહિતી, પોલીસ વિભાગના મુખ્ય હોદ્દાઓ, દૈનિક કાર્યો અંગે પ્રાથમિક માહિતી આપી હતી. fri કેવી રીતે નોંધી શકાય તેમજ સાઇબર ક્રાઇમ, સોશિયલ મીડિયા ના ફાયદાને ગેરફાયદા અંગે વિસ્તૃત સમજૂતી આપી હતી. ખાસ કરીને મહિલાઓ માટે ઇમરજન્સી હેલ્પ લાઈન 112 નો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને અભયમ જેવી હેલ્પ લાઈનથી મહિલાઓના રક્ષણ માટે ખાસ વાત કરવામાં આવી હતી. તાલીમાર્થીઓના દરેક પ્રશ્નો નું રમેશભાઈ દ્વારા ખુબ સ્પષ્ટ અને યોગ્ય રીતે સમજાવવામાં આવ્યું હતું. આમ ભવિષ્યના શિક્ષક બનવા જઈ રહેલા તાલીમાર્થીઓ પોતાના વિદ્યાર્થીઓ નું શિક્ષણની સાથે સાથે કાયદાકીય જ્ઞાનથી પણ પરિચિત કરે અને આવનારી પેઢી ઉત્તમ મૂલ્ય શીખે એવી આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં અધ્યાપક્ષ શ્રી મહાદેવભાઈ, લલીતાબેન, મહેશ્વરી બેન, અને ઘનશ્યામ સર દ્વારા માર્ગદર્શન પુર પાડવામાં આવ્યું હતું
2026-07-15
MEHSANA
રાજનીતિ
ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના બેનર હેઠળ ભીલ પ્રદેશ રાજ્યની માંગ લઈને સંજેલી મામલતદારને આવેદન આપવામાં આવ્યું
સંજેલી તાલુકમા મામલતદાર કચેરી ખાતે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના બેનર હેઠળ ભીલ પ્રદેશ રાજ્યની માંગ લઈને સંજેલી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવમાં આવ્યું. ભારતના બંધારણના અનુચ્છેદ 3 હેઠળ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના સીમાવર્તી આદિવાસી વિસ્તારો તેમજ દાદરા અને નગર હવેલીને જોડીને અલગ "ભીલ પ્રદેશ" રાજ્યની રચનાની માંગ સાથે આજે દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર કચેરી ખાતે માનનીય મામલતદારશ્રી મારફતે આવેદનપત્ર રજૂ ભીલ પ્રદેશ માટે સંકલ્પનો અવાજ સાથે આવેદન આપવામાં આવ્યું.
2026-07-15
DAHOD
પશુપાલન
સાઠંબા દૂધ મંડળીમાં પણ પપ્પુ બાપુનો દબદબો
અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામની સાઠંબા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સાઠંબાના પૂર્વ સરપંચ ઋતુરાજસિંહ સોલંકીની પેનલ બહુમતી મેળવતાં દૂધ મંડળીમાં ચેરમેન તરીકે કાભાભાઇ વાલાભાઇ ચમાર અને વાઇસ ચેરમેન તરીકે ઋતુરાજસિંહ ઉર્ફે પપ્પુ બાપુ ચૂંટાઇ આવ્યા છે, આ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પપ્પુ બાપુ સાઠંબા તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઇ આવતાં, તેમને ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદેથી રાજીનામું આપતાં, તેઓના ધર્મપત્ની ગજેન્દ્રકુમારી ઋતુરાજસિંહ ઉપસરપંચ પદે બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે, આમ સાઠંબા નગરના નાગરિકોએ પપ્પુ બાપુ પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો છે, જેને જીલ્લા પંચાયતના સભ્ય શિલાદેવી સોલંકી, જીલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન માનવેન્દ્રસિંહ સોલંકી સહુએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
2026-07-15
ARVALLI
સ્થાનિક
જૂનાગઢમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા યોજાઈ.......જિલ્લા કલેકટરશ્રીએ પ્રાકૃતિક કૃષિના વધુ વેચાણ કેન્દ્રો શરૂ કરવા પર ભાર આપ્યો જૂનાગઢ તા.૧૫ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ આજે જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે સંદર્ભે અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ કરતાં પ્રગતિશીલ ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો શરૂ કરવા પર ભાર મૂક્યો
જૂનાગઢમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા યોજાઈ.......જિલ્લા કલેકટરશ્રીએ પ્રાકૃતિક કૃષિના વધુ વેચાણ કેન્દ્રો શરૂ કરવા પર ભાર આપ્યો જૂનાગઢ તા.૧૫ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ આજે જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે સંદર્ભે અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ કરતાં પ્રગતિશીલ ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો શરૂ કરવા પર ભાર મૂક્યો હતો, જેથી નાગરિકોને શુદ્ધ ઉત્પાદનો સરળતાથી મળી રહે અને ખેડૂતોને પણ પોતાના પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર મળી શકે.ઉપરાંત, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો આ પદ્ધતિ અપનાવે તે માટે 'બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર'ની સ્થાપના કરવા અંગે પણ તેમણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત જેવા કુદરતી ખાતરો સરળતાપૂર્વક ઉપલબ્ધ થઈ શકે. આ બેઠકમાં પ્રાકૃતિક કૃષિના મિશનને વધુ વેગવંતું બનાવવા માટે ઉપસ્થિત ખેડૂતો સાથે પણ વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો.આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી દીપક રાઠોડે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે યોજાયેલી તાલીમ અને જનજાગૃતિના કાર્યક્રમો સહિતની વિગતોથી જિલ્લા કલેક્ટરશ્રીને અવગત કર્યા હતા.આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી.એસ. બારડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.એ. જાડેજા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જીગર ભટ્ટ સહિતના અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
2026-07-15
JUNAGADH
More News