સામાન્ય માણસને પોલીસ સ્ટેશનનું નામ સાંભળતા છે. પરસેવો છૂટી જતો હોય છે એવી પોલીસ ની છાપ ક્યાંક આપણને જાણવા મળે છે પણ પોલીસ વિભાગ દ્વારા ઉત્તમ અને પ્રેરણાદાયક દાખલાઓ પણ સાંભળવા મળતા હોય છે બસ આવુજ એક ઉત્તમ ઉદાહરણ મહેસાણા જિલ્લાના બેચરાજી ગામના પોલીસ સ્ટેશનનું સામે આવ્યું છે. સરસ્વતી અધ્યાપન મંદિર પીટીસી કોલેજ બેચરાજી તાલીમાર્થી જે ભવિષ્યના શિક્ષક બનવા જઈ રહ્યા છે જેમને શિક્ષણની સાથે સાથે કાયદા કાનૂન અંગે પણ જાણકારી મેળવી શકે એ હેતુને ધ્યાનમાં રાખી તાલીમાર્થી ની મુલાકાત દરમિયાન બેચરાજી પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ શ્રી રમેશભાઈ અને Asi રીંકુબેન દ્વારા પોલીસના મુખ્ય કાર્યો, પોલીસ સ્ટેશન એ વિવિધ શાખાઓ ની માહિતી, પોલીસ વિભાગના મુખ્ય હોદ્દાઓ, દૈનિક કાર્યો અંગે પ્રાથમિક માહિતી આપી હતી. fri કેવી રીતે નોંધી શકાય તેમજ સાઇબર ક્રાઇમ, સોશિયલ મીડિયા ના ફાયદાને ગેરફાયદા અંગે વિસ્તૃત સમજૂતી આપી હતી. ખાસ કરીને મહિલાઓ માટે ઇમરજન્સી હેલ્પ લાઈન 112 નો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને અભયમ જેવી હેલ્પ લાઈનથી મહિલાઓના રક્ષણ માટે ખાસ વાત કરવામાં આવી હતી. તાલીમાર્થીઓના દરેક પ્રશ્નો નું રમેશભાઈ દ્વારા ખુબ સ્પષ્ટ અને યોગ્ય રીતે સમજાવવામાં આવ્યું હતું. આમ ભવિષ્યના શિક્ષક બનવા જઈ રહેલા તાલીમાર્થીઓ પોતાના વિદ્યાર્થીઓ નું શિક્ષણની સાથે સાથે કાયદાકીય જ્ઞાનથી પણ પરિચિત કરે અને આવનારી પેઢી ઉત્તમ મૂલ્ય શીખે એવી આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં અધ્યાપક્ષ શ્રી મહાદેવભાઈ, લલીતાબેન, મહેશ્વરી બેન, અને ઘનશ્યામ સર દ્વારા માર્ગદર્શન પુર પાડવામાં આવ્યું હતું