સુરતના આંજણા ફાર્મમ લેસ પટ્ટી ના કારખાનામાં કારખાનામાં ભયાનક આગ
SURAT | By Akhand Bharat Team | Published:
અકસ્માત
સુરતના આંજણા ફાર્મમ લેસ પટ્ટી ના કારખાનામાં કારખાનામાં ભયાનક આગ
સુરતમાં અંજનાફાર્મ વિસ્તારમાં લેસ પટ્ટીના ગોડાઉનમાં ત્રીજા માળે અચાનક આગ લાગતાધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા તેમ જ કટોકટીનો માહોલ સર્જાયો હતો આગની જાણ થતા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે સમયસર પહોંચી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ફાયર વિભાગ દ્વારા ગણતરીની ક્ષણોમાં જ અનેક ફાયર ફાઈટર તેમજ ટેન્કરોનો ખડકનો લગાવી તાત્કાલિક આગને કાબુમાં લીધી હતી .ઘટના દરમિયાન બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં એક વ્યક્તિ નો પગ પણ ભાંગી જવા પામ્યો હતો તેમજ એક ફાયર ફાઈટરને પણ ઇજા પહોંચી હતી