અંકુર દેસાઈએ કડોદરા હળપતિવાસના બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી | Akhand Bharat Dainik
અંકુર દેસાઈએ કડોદરા હળપતિવાસના બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી
SURAT | By Akhand Bharat Team | Published:
તહેવાર
અંકુર દેસાઈએ કડોદરા હળપતિવાસના બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી
સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈએ કડોદરા નગરપાલિકાના હળપતિવાસ વિસ્તારમાં બાળકો સાથે દિવાળી પર્વની વિશેષ ઉજવણી કરી હતી. મોંઘવારીના સમયમાં હળપતિવાસના બાળકો દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાના આનંદથી વંચિત ન રહી જાય તેવા હેતુથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અંકુરભાઈ દેસાઈએ પોતાના પરિવાર તેમજ કડોદરા નગર ભાજપ સંગઠન પ્રમુખ કિરણભાઈ પરમાર, ઉપપ્રમુખ, મહામંત્રીઓ અને નગરપાલિકાના હોદ્દેદારો સાથે મળીને હળપતિવાસના બાળકો અને સ્થાનિક લોકોને ફટાકડાનું વિતરણ કર્યું હતું. ફટાકડા આપ્યા બાદ તેમણે બાળકો સાથે બેસીને ફટાકડા પણ ફોડ્યા હતા.
પોતાના પરિવારની જેમ જ વિસ્તારના બાળકો સાથે દિવાળી મનાવતા હળપતિવાસના બાળકો અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ, ખુશી અને આનંદની લાગણી જોવા મળી હતી