ધાકડી પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની આનંદમય ઉજવણી
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
ટેક
ધાકડી પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની આનંદમય ઉજવણી
આસીકઅલી ગીલાણી વિરમગામ. અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકાના ધાકડી પ્રાથમિક શાળામાં Trützschler India Pvt. Ltd.ના સહયોગથી અગ્રસ્ત્ય ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન પર્વની આનંદમય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ પ્રકારની સુંદર અને આકર્ષક રાખડીઓ બનાવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ તેમજ કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું.આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને હસ્તકલા પ્રત્યેની રુચિ વિકસે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. રક્ષાબંધન પર્વની ઉજવણીથી શાળાનું વાતાવરણ આનંદમય અને ઉત્સવમય બની ગયું હતું. અખંડ ભારત