દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૩ નૂતન વર્ષ સિક્કા , જામનગર ગુજરાત અને પુરા દેશભરમાં ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી. | Akhand Bharat Dainik
દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૩ નૂતન વર્ષ સિક્કા , જામનગર ગુજરાત અને પુરા દેશભરમાં ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી.
JAMNAGAR | By Akhand Bharat Team | Published:
તહેવાર
દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૩ નૂતન વર્ષ સિક્કા , જામનગર ગુજરાત અને પુરા દેશભરમાં ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી.
દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૩ નૂતન વર્ષ સિક્કા , અને જોશીલા જામનગર ગુજરાત અને પુરા દેશભરમાં ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી.
ગુજરાતમાં દિવાળી અને નૂતન વર્ષ (બેસતા વર્ષ) પર્વની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
• મંદિરોમાં ભવ્ય રોશની અને દીપોત્સવ: વિવિધ મંદિરે અનેક (દિપક) દીવડાઓ પ્રગટાવી ભવ્ય દીપોત્સવ ઉજવાયો હતો.
તથા સમગ્ર સિક્કા જામનગર મા ભવ્ય આતશબાજી અને રંગબેરંગી લાઈટો થી સમગ્ર સિક્કા જામનગર સોળ શણગાર રોશની થી ઝળહળી ઉઠ્યું હતું.
લોકો એ વડીલો ના આશીર્વાદ તથા પોતાના ઇષ્ટ દેવી દેવતા અને માતાજી તથા ઇશ્વર ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પોતાના ઘર આંગણે વિવિધ સુંદર રણબેરંગી રંગોળી વિવિધ પ્રકારની લાઈટો અને દિવળા ???? ઓ થી અને પરંપરાગત આસોપાલવ ના સુંદર તોરણ થી ઘર ની સજાવટ કરી પરંપરાગત હિન્દુ સંસ્કૃતિ જાળવી ઉમંગ, ઉત્સાહ, હર્ષોલાસ સાથે જોશભેર ધમાકેદાર દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરી હતી.
તો ઉપર સમગ્ર આખું આકાશ
વિવિધ અનેક પ્રકારના ફટાકડા સાથે રંગ બેરંગી આતશબાજી થી ઝળહળી ઉઠ્યું હતું અને એક સુંદર ભવ્ય દિવ્ય વાતાવરણ સર્જ્યું બન્યું હતું.
દિવાળીના તહેવારોમાં નાગરિકોની સુરક્ષા માટે '108 એમ્બ્યુલન્સ' અને '112 ઇમરજન્સી સર્વિસ'નો એમ્બ્યુલન્સ અને કર્મચારીઓનો સ્ટાફ 24 કલાક ખડેપગે કાર્યરત રાખવામાં આવ્યો હતો.
જામનગરી મુખવાસની વિશેષ માંગ: દિવાળી અને નવા વર્ષ નિમિત્તે જગવિખ્યાત 'જામનગરી મુખવાસ'ની 150 કરતા વધુ વેરાયટીઓની વિશેષ માંગ રહી હતી.
• દિવાળીની ભવ્ય ઉજવણી: જામનગર અને હાલારભરમાં દિવાળીનો તહેવાર ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. બ્રધન ચોક, ચાંદી બજાર, સુપર માર્કેટ, રણજીત રોડ, ત્રણ બતી અને પંડિત નેહરુ માર્ગ સહિતના મુખ્ય વિસ્તારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
• ધનતેરસની ખરીદી: ધનતેરસે લોકોએ ચાંદી બજારમાં સોના-ચાંદીના આભૂષણોની શુકનવંતી ખરીદી કરી હતી. આ ઉપરાંત ફટાકડા, નવા કપડાં, મીઠાઈ-ફરસાણ, તોરણ અને મુખવાસની ખરીદી પણ ધૂમ થઈ હતી.
• ફટાકડાના ભાવમાં વધારો: આ વર્ષે જામનગરના ફટાકડા બજારમાં અંદાજે 20% જેટલો ભાવ વધારો જોવા મળ્યો હતો , છતાં પણ યુવા વર્ગ અને બાળકોમાં ફટાકડા ફોડવા માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
વેપારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી નવા ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ઘરોમાં દીપ પ્રગટાવી માતા લક્ષ્મીનું પૂજન-અર્ચન કરવામાં આવ્યુ હતુ. રાત્રે આકાશ આતશબાજીની રંગોળીથી દીપી ઉઠ્યું હતું.
આવનારું વર્ષ આપ સૌ નુ સારું નીવડે
આપના જીવનમાં નવી ઉર્જા નો સંચાર થાય જીવન સુખમય, સ્વસ્થ નિરોગી આરોગ્ય, સમૃદ્ધિ, યશસ્વી, કીર્તિમય અને શાંતિમય બને એવી મારા તરફ થી વ્યાસ દિપક બી.
તથા મારી સમગ્ર અખંડ ભારત ન્યૂઝ મીડિયા ટીમ પરિવાર તરફ થી આપને તથા આપના સમગ્ર પરિવાર ને દિલ થી નૂતન વર્ષની હાર્દિક શુભકામના.