દિવાળીના પવિત્ર પર્વે ચૌહાણ પરિવારની અનોખી માનવસેવા!
સ્વ. મુળજીભાઈ અને સ્વ. રૂપાબેન ચૌહાણની સ્મૃતિમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી પ્રફુલભાઈ રાજ્યગુરૂને અર્પણ કરાઈ
ગોંડલ: દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે સ્વ. મુળજીભાઈ ચૌહાણ તથા સ્વ. રૂપાબેન ચૌહાણના સ્મરણાર્થે શ્રી અશોકભાઈ મુળજીભાઈ ચૌહાણ પરિવાર દ્વારા માનવસેવાના ઉમદા હેતુથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કોરોના કાળ દરમિયાન માનવ સેવા સમાજના શ્રી પ્રફુલભાઈ રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવેલી અદભુત અને નિઃસ્વાર્થ સેવાકીય કામગીરીને યાદ રાખી, ચૌહાણ પરિવાર દ્વારા આ એમ્બ્યુલન્સ તેમને માનવસેવાના કાર્યમાં ઉપયોગી બની રહે તેવા શુભ આશયથી અર્પણ કરવામાં આવી હતી.
દિવાળીના પર્વે સેવાકાર્યને સમર્પિત આ અનોખી પહેલ સમાજમાં માનવતા, સેવા અને સંવેદનાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની છે.