કડોદરા જલારામ નગર ખાતે આવેલી જલારામ સેલ્સ કોર્પોરેશનના ગોડાઉનમાં દિવાળીની રાત્રે ફટાકડાની ચિનગારી પડતા ગોડાઉનમાં ભરેલા સેનેટરી પેડમાં આગ ભભૂકી ઉઠી હતી આગની જાણ ફાયર બ્રિગેડને કરતા કડોદરા PEPL ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સદનસીબે દિવાળીના તહેવાર હોવાને કારણે કામદારો રાજા ઉપર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી ફાયરની ટીમે ભારે જહેનતે આગ ઉપર કાબુ મેળવી કુલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી