કરનાળી કુબેભંડારી મંદિરમાં ભક્તિનો માહોલ! ધન, વૈભવ અને સમૃદ્ધિ માટે ભક્તોએ પ્રાર્થના કરી | Akhand Bharat Dainik
કરનાળી કુબેભંડારી મંદિરમાં ભક્તિનો માહોલ! ધન, વૈભવ અને સમૃદ્ધિ માટે ભક્તોએ પ્રાર્થના કરી
ARVALLI | By Akhand Bharat Team | Published:
તહેવાર
કરનાળી કુબેભંડારી મંદિરમાં ભક્તિનો માહોલ! ધન, વૈભવ અને સમૃદ્ધિ માટે ભક્તોએ પ્રાર્થના કરી
વડોદરા જિલ્લા ના કરનાળી ગામે પવિત્ર નર્મદા નદી તટે આવેલા શ્રી કુબેરભંડારી મંદિરમાં દિવાળીના પાવન પર્વે ભક્તિમય માહોલ છવાયો હતો. દિવાળીના દિવસે માતા લક્ષ્મીજી સાથે ધનના દેવતા કુબેરજીના પૂજનનું વિશેષ મહત્વ હોવાથી ધન, વૈભવ સમૃદ્ધિ અને નવા વર્ષમાં સુખકારીની મનોકામના સાથે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
આજે સોમવતી અમાસના વિશેષ દર્શનથી દરેક ભક્તોની મનોકામના પૂરીથાય તે માટે મંદિરના દ્વાર ખીલતાં જ કુબેરદાદા ના દર્શન થતાં જ ભક્તોમાં આનંદની લહેર જોવા મળી હતી.મંદિરના પુંજારી અને ભક્તો હાથ જોડીને પ્રાર્થના કરતા શંખનાદ અને ભજન કીર્તન સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. અને ભક્તોએ કુબેરભંડારી દાદાને ધન, વૈભવ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
લોક માન્યતા મુજબ આજ પવિત્ર ભૂમિ પર કુબેરજીએ ભગવાન શિવની આરાધના કરીને દેવતાઓના ધનના રક્ષક બનવાનું વરદાન મેળવ્યું હતું. ત્યારબાદ ભગવાન શિવે તેમને સમસ્ત દેવી-દેવતાઓ ના ધન અને સંપત્તિ ના રક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. આ મંદિર લગભગ ૨૫૦૦ વર્ષ જૂનું પ્રાચીનકાળથી વસેલું છે. અને ભક્તો મનમાં અહીં એકજ પ્રાર્થના લઈને આવેછે કે કમાયેલું ધન ટકે અને વધે.
અહીં વર્ષોથી ભાવી ભક્તો અમાવસની આગળ ના દિવસે થીજ દર્શનનો લ્હાવો લેવા માટે દૂર દૂર થી આવતા હોયછે. અને કુબેરદાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોયછે.