???? નેત્રંગના પૌરાણિક શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભક્તિભાવ સાથે અન્નકૂટ આરતીનું ભવ્ય આયોજન! ???? | Akhand Bharat Dainik
???? નેત્રંગના પૌરાણિક શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભક્તિભાવ સાથે અન્નકૂટ આરતીનું ભવ્ય આયોજન! ????
BHARUCH | By Akhand Bharat Team | Published:
General
???? નેત્રંગના પૌરાણિક શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભક્તિભાવ સાથે અન્નકૂટ આરતીનું ભવ્ય આયોજન! ????
???? નેત્રંગના પૌરાણિક શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભક્તિભાવ સાથે અન્નકૂટ આરતીનું ભવ્ય આયોજન! ????
નેત્રંગ: દિવાળીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ નેત્રંગના આરાધ્ય દેવ શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભાવિક ભક્તો દ્વારા ભવ્ય અન્નકૂટ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પાવન પ્રસંગે નેત્રંગ નગર સહિત તુલસી ફળિયું અને ગાંધીબજાર વિસ્તારના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી અન્નકૂટ આરતીનો દિવ્ય લહાવો લીધો હતો. ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શન કરી દીપ પ્રાગટ્ય અને આરતીના પવિત્ર માહોલમાં ભક્તોએ ભક્તિભાવ સાથે સહભાગી બની ધન્યતા અનુભવી હતી.
સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠ્યું હતું અને દિવાળીના પર્વે ધાર્મિક આસ્થા, શ્રદ્ધા અને સામૂહિક એકતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.