રણોદ ગામના રાજવી પરિવારના 13 વર્ષીય માલિક નવાઝ નિઝામુદ્દીનને શૂટિંગમાં બે મેડલ મેળવી નામ રોશન કર્યુ
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
ટેક
રણોદ ગામના રાજવી પરિવારના 13 વર્ષીય માલિક નવાઝ નિઝામુદ્દીનને શૂટિંગમાં બે મેડલ મેળવી નામ રોશન કર્યુ
આસીકઅલી ગીલાણી વિરમગામ.શંખેશ્વર તાલુકાના રણોદ ગામના રાજવી પરિવારના 13 વર્ષીય માલિક નવાઝ નિઝામુદ્દીન માલિકે શૂટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. વિરમગામના અઝહર બાપુના ભત્રીજાહાલ અમદાવાદ ખાતે રહી ધોરણ-8માં અભ્યાસ કરતા માલિક નવાઝ નિઝામુદ્દીને તાજેતરમાં મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાયેલી 13મી વેસ્ટ ઝોન ડબલ ટ્રેપ ગન શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં કુલ 5 રાજ્યોના ખેલાડીઓ વચ્ચે યોજાયેલી વિવિધ કેટેગરીમાં માલિકે યુથ કેટેગરીમાં સિલ્વર મેડલ તથા જુનિયર કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવી બે મેડલ પોતાના નામે કર્યા હતા.માલિક નવાઝ નિઝામુદ્દીન રણોદ ગામના વતની રાજવી પરિવાર સાથે સંકળાયેલા છે. તેમના પિતા પણ રણોદ ગામના વતની છે. માત્ર 13 વર્ષની ઉંમરે શૂટિંગ ક્ષેત્રે મેળવેલી આ સફળતાથી પરિવારજનો, ગ્રામજનો અને સમગ્ર વિસ્તારના લોકોમાં ગૌરવની લાગણી પ્રસરી છે.માલિકની આ સિદ્ધિ બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે અને ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તેવી સૌ કોઈ આશા વ્યક્ત કરી રહ્યા છે.અખડ ભારત