સહકાર ક્ષેત્રે માલપુર નાગરિક સહકારી બેંકની ઐતિહાસિક સિદ્ધિ
તા:- 08/08/2026 ને શનિવાર ના રોજ મુંબઈ ખાતે ભારત સરકારના સહકાર મંત્રાલયના *Umbrella Organisation* – NUCFDCના નવીન ભવનનું ઉદ્ઘાટન *ભારત સરકારના માનનીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રીશ્રી અમિત શાહ સાહેબના* વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે *મહારાષ્ટ્ર રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસ સાહેબ, ઉપમુખ્યમંત્રીશ્રી એકનાથ શિંદે સાહેબ, NUCFDCના ચેરમેનશ્રી જ્યોતિન્દ્ર મહેતા સાહેબ તથા CEO શ્રી પ્રભાત ચતુર્વેદી સાહેબ* સહિત સહકારી ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દેશની આશરે 1,400 જેટલી અર્બન કો-ઓપરેટિવ બેંકો પૈકી *ધી માલપુર નાગરિક સહકારી બેંક લિ. દ્વારા NUCFDCના પ્રથમ “SHAHAKAR CBS”* ડ્રીમ પ્રોજેક્ટને અમલમાં મૂકનાર સમગ્ર ભારતની પ્રથમ બેંક બનવાની ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે.
આ અનોખી સિદ્ધિ બદલ બેંકના *ચેરમેનશ્રી મિતુલભાઈ આર મહેતા તથા ડિરેક્ટરશ્રી નિશ્ચલભાઈ જે પટેલનું* *ભારત સરકારના માનનીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રીશ્રી અમિત શાહ સાહેબના* વરદ હસ્તે મોમેન્ટો તથા પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માનનીય શ્રી અમિત શાહ સાહેબ દ્વારા ધી માલપુર નાગરિક સહકારી બેંક લિ.ની સતત પ્રગતિ, સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ ગૌરવપૂર્ણ ક્ષણે ઉપસ્થિત NUCFDCના કર્મચારીગણ તેમજ દેશભરની આશરે 400 જેટલી સહકારી બેંકોમાંથી ઉપસ્થિત ચેરમેનશ્રીઓ દ્વારા પણ મિતુલભાઈ મહેતા તથા નિશ્ચલભાઈ પટેલને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
✨ માલપુર માટે આ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર સહકારી ક્ષેત્રમાં માલપુરની નવી ઓળખ સ્થાપિત કરનારી ઐતિહાસિક ઉપલબ્ધિ છે.
સહકારથી સમૃદ્ધિ તરફ…
ધી માલપુર નાગરિક સહકારી બેંક લિ.
માલપુરનું ગૌરવ — સહકાર ક્ષેત્રની ઐતિહાસિક સિદ્ધિ
રિપોટર મયંક સોની
9898245145