*એ.સી.બી. સફળ ટ્રેપ*
*ફરીયાદી* :-
એક જાગૃત નાગરીક
*આરોપી*:-
રમેશચંદ્ર મણીલાલ પંડયા
હોદ્દો – મસ્ટર કારકુન( મેટ), મનરેગા વિભાગ, (ઔડા ગ્રામ પંચાયત), ઈડર તાલુકા પંચાયત,
ઇડર જી.સા.કાં.
*ટ્રેપની તારીખ*:-
તા.૦૭/૦૮/૨૦૨૬
*લાંચની માંગણીની રકમ* :-રૂા.૧૫,૦૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમ* :-
રૂા. ૧૫,૦૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* :-રૂા.૧૫,૦૦૦/-
*ગુનાનુ સ્થળ* :-
માં પાર્લર, દેશોતર ચાર રસ્તા તા.ઇડર જી.સાબરકાંઠા
*ટુંક વિગત*:-
આ કામના ફરીયાદીના પત્નીના નામે દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજુર થયેલ હોય, જે મકાન સહાયના પ્રથમ હપ્તારૂપે રૂ. ૩૦,૦૦૦/- ફરીયાદીના બેંક ખાતામાં જમા થતા, આ કામના આક્ષેપિતે ફરીયાદીને ફોન કરી,મકાન સહાયના પ્રથમ હપ્તારૂપે જમા થયેલ રકમના રૂ. ૧૫૦૦૦/- લાંચ પેટે માંગણી કરેલ. તેમજ મનરેગા યોજનામાં કંઇક ઓછુ કરી આપવાની વાતચીત કરેલ. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે આજ રોજ તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ લાંચના છટકાનુ આયોજન કરતા છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે લાંચની માંગણી કરી હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા રૂ.૧૫,૦૦૦/- સ્વીકારી, પકડાઇ જઈ, ગુનાહીત ગેરવર્તણુંક આચરી ગુનો કર્યા બાબત.
*ટ્રેપીંગ અધિકારી*:-
એ.ડી.સુથાર
પોલીસ ઈન્સ્પેકટર
સાબરકાંઠા એ.સી.બી.પો.સ્ટે.
*સુપરવિઝન અધિકારી*:-
શ્રી એ.કે.પરમાર,
મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી. એકમ
*ઇન્ચાર્જ અધિકારી*:-
શ્રી હરેશ મેવાડા,
નાયબ નિયામક,
એ.સી.બી. અમદાવાદ