સુરતના ઉમિયાધામ વિસ્તારમાં ભારે વરસાદ ને પગલે વરસાદી પાણી ભરાઈ જતા નીચાણ વાળા વિસ્તારો ના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીના સામનો કરવો પડ્યો હતો. વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાના દ્રશ્ય જોવા મળ્યા હતા. આગામી સમયમાં વધુ વરસાદ થાય તો પાણી ભરાવાની સમસ્યા વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા જરૂરી તકેદારી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જાળવવાની જરૂરિયાત ઊભી થઈ છે.