ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા આયોજિત ભારત કો જાણો
ARVALLI | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા આયોજિત ભારત કો જાણો
???????? ભારત કો જાણો – જાણો ભારત, બનો ગૌરવશાળી ભારતીય! ???????????? ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા આયોજિત 'ભારત કો જાણો' પરીક્ષાનું શ્રી જે. બી. શાહ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, મોડાસા ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વિકસે તે હેતુથી યોજાયેલી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.???? શાળાના પ્રિન્સિપાલ શ્રી દીપકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રોહિત સર તથા સમગ્ર શિક્ષકગણના સહયોગથી પરીક્ષાનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ મોડાસા શાખાના પ્રમુખશ્રી ગૌરાંગભાઈ સોની, ખજાનચી શ્રી નીરવભાઈ પટેલ, શ્રી નીરજભાઈ શેઠ, શ્રી પ્રજ્ઞેશભાઈ ગાંધી તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.???????? ભારત વિકાસ પરિષદ – સંપર્ક • સહયોગ • સંસ્કાર • સેવા • સમર્પણ