આસીકઅલી ગીલાણી વિરમગામ.વિરમગામ, તા. 15/07/2026:વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે શાક માર્કેટ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ટામેટાના બોક્સમાં સંતાડીને રાખવામાં આવેલો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે સ્થળ પરથી એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ તપાસ દરમિયાન આરોપી અજ્જુનભાઈ ઉર્ફે વિપુલ જયંતીલાલ સંઘાણી પાસેથી અંદાજે ₹21,600 કિંમતની Blenders Pride બ્રાન્ડની 40 બોટલ વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં આરોપી પાસે વિદેશી દારૂ રાખવા માટે જરૂરી પરમિટ ન હોવાનું સામે આવતા તેની સામે ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ કામગીરીથી વિરમગામ શહેરમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસની કાર્યવાહી વધુ સઘન બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અખંડ ભારત