આ સંમેલનમાં શાળાના શિક્ષકો, આચાર્ય અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં બાળકોના શિક્ષણ, શાળાના વિકાસ અને સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી.
*મુખ્ય નિર્ણય:*
સ્કૂલના વિકાસ અને વહીવટ માટે *19 સભ્યોની SMC કમિટી*ની રચના કરવામાં આવી.
SMC એટલે *School Management Committee* - શાળા વ્યવસ્થાપન સમિતિ. આ કમિટી શાળા અને ગામ વચ્ચે સેતુનું કામ કરશે.
19 લોકોની આ કમિટીમાં વાલીઓ, શિક્ષકો અને ગામના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો , જેથી બધાના સૂચનો લઈ શકાય.