પાદરા તાલુકાના રણું ગામે મોટા વિરામ બાદ મેઘરાજાનું આગમન.
VADODARA | By Akhand Bharat Team | Published:
હવામાન
પાદરા તાલુકાના રણું ગામે મોટા વિરામ બાદ મેઘરાજાનું આગમન.
પાદરા તાલુકાના રણું ગામે મોટા વિરામ બાદ મેઘરાજાનું આગમનવડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસો સુધી વરસાદની રાહ જોવાતી હતી, ખેડૂતો પોતાના ખેતરો ખેડીને તૈયાર હતા અને વાવણી માટે વરસાદની રાહ જોતા હતા ત્યારે પાદરા તાલુકાના રણું ગામમાં લાંબા વિરામ બાદ ગત રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને ગરમી તેમજ ઉકળાટથી લોકોને મોટી રાહત મળી હતી.ગત કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદના આગમનથી ખેતીના કામોને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગામના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં રસ્તાઓ ભીના બન્યા હતા અને પ્રકૃતિ પણ હરિયાળી તરફ આગળ વધતી જોવા મળી હતી.સ્થાનિકોનું કહેવું છે કે આ વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જોકે આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહે તો ખેડૂતોનો લેવાયેલ પાક ઉપજી શકે છે,જેની ખેડૂતો માં પણ ચિંતા જોવા મળી રહી છે.