જૂનાગઢ એસ.ઓ.જી.ની કડક કાર્યવાહી: PIT NDPS એક્ટ હેઠળ આરોપીને ડિટેન કરી પાલારા જેલ, ભુજ ખાતે મોકલાયો
JUNAGADH | By Akhand Bharat Team | Published:
અપરાધ
જૂનાગઢ એસ.ઓ.જી.ની કડક કાર્યવાહી: PIT NDPS એક્ટ હેઠળ આરોપીને ડિટેન કરી પાલારા જેલ, ભુજ ખાતે મોકલાયો
જૂનાગઢ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સના ગેરકાયદેસર વ્યાપારની અટકાયત અંગેના PIT NDPS અધિનિયમ, 1988 હેઠળ ઈકબાલખાન અશરફખાન પઠાણને અટકાયતમાં લઈ પાલારા જેલ, ભુજ ખાતે હવાલે કરવામાં આવ્યો છે.
જૂનાગઢ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કેફી પદાર્થોના ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા તત્વો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમાજને નશાના દૂષણથી મુક્ત રાખવા, યુવા પેઢીને વ્યસનના માર્ગે જતી અટકાવવા તેમજ લોકોની આર્થિક અને સામાજિક સુખાકારી જળવાઈ રહે તે હેતુસર અગાઉ એન.ડી.પી.એસ. કેસમાં ઝડપાયેલા આરોપી ઈકબાલખાન અશરફખાન પઠાણ વિરુદ્ધ PIT NDPS હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી.
દરખાસ્તના આધારે પોલીસ મહાનિર્દેશક, સી.આઈ.ડી. (ક્રાઈમ), ગુજરાત રાજ્ય દ્વારા PIT NDPS અધિનિયમની કલમ-3 હેઠળ આરોપીને અટકાયતમાં લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હુકમ અનુસાર વોરંટની તામિલ કરી ઈકબાલખાન અશરફખાન પઠાણને કાયદેસરની કાર્યવાહી બાદ પાલારા જેલ, ભુજ ખાતે હવાલે કરવામાં આવ્યો છે.
આરોપીની વિગતો:
ઈકબાલખાન અશરફખાન પઠાણ (ઉંમર 40 વર્ષ), ધંધો – મજૂરી, રહેવાસી: જમાલવાડી, ખાડિયા, અશોકબાગ નર્સરી સામે, જૂનાગઢ.
જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે આગળ પણ કડક કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે અને આવા અસામાજિક તત્વો સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.