ધ્રાંગધ્રા APMC માર્કેટ યાર્ડમાં માત્ર 5 વર્ષમાં જ બિલ્ડિંગની હાલત બિસ્માર – વેપારીઓની સુરક્ષા જોખમમાં
SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
કૃષિ
ધ્રાંગધ્રા APMC માર્કેટ યાર્ડમાં માત્ર 5 વર્ષમાં જ બિલ્ડિંગની હાલત બિસ્માર – વેપારીઓની સુરક્ષા જોખમમાં
ધ્રાંગધ્રા કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC) ખાતે આવેલા માર્કેટ યાર્ડના બિલ્ડિંગમાં માત્ર અંદાજે પાંચ વર્ષના સમયગાળામાં જ સીડી અને પ્રવેશદ્વાર ઉપરથી પ્લાસ્ટર ના મોટા ટુકડા પડી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જેના કારણે યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ, મજૂરો અને કર્મચારીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.દરરોજ મોટી સંખ્યામાં લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં કોઈપણ સમયે અકસ્માત સર્જાઈ શકે છે. તેથી સંબંધિત વિભાગ દ્વારા બિલ્ડિંગની તાત્કાલિક ટેક્નિકલ તપાસ કરવામાં આવે, બાંધકામની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ થાય અને જો બેદરકારી કે ગુણવત્તામાં ખામી જણાય તો જવાબદાર એજન્સી અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વેપારીઓ અને યાર્ડ સાથે સંકળાયેલા લોકોની માંગ છે.આ ઉપરાંત, સમગ્ર બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવી જરૂરી સમારકામ વહેલી તકે કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય."સરકારી સંપત્તિની ગુણવત્તા જળવાય અને ખેડૂતો-વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે સૌની જવાબદારી છે."