Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
વિરમગામ શહેર ભગવાન શ્રી જગન્નાથજીની ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં શહેરના હજારો શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર યાત્રામાર્ગ પર ભક્તોના જયઘોષ, ભજન-કીર્તન અને ઢોલ-નગારાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શણગારેલા રથમાં બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના દર્શન કરવા માટે રસ્તાની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ, સેવાભાવી સંસ્થાઓ અને યુવા મંડળો દ્વારા પાણી, શરબત, છાશ, | Akhand Bharat Dainik