અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઇ અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક————-ચાંદીપુર વાઇરસના શંકાસ્પદ કેસો અને કરવામાં આવેલા તકેદારીના કામો અંગે ચર્ચા કરવાં આવી—————માહીતી બ્યુરો અરવલ્લી ૧૫-૦૭-૨૦૨૬અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેક જૈનની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી.અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાની તમાકુ નિયંત્રણ સ્ટિયરિંગ સમિતિ બેઠકમાં એજન્ડા મુજબ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના ચાંદીપુર વાઇરસના શંકાસ્પદ કેસો અને આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુર રોગની અટકાયત અને નિયંત્રણ માટે કરવામાં આવેલા તકેદારીના કામો અંગે ચર્ચા કરવાં આવી.સાથેજ જિલ્લામાં ચાલી રહેલી ડસ્ટિંગની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી.બેઠકમાં જિલ્લામાં થયેલ માતામરણ અને બાળમરણના કેસો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ચોમાસામાં માતાઓ અને બાળકોને વિશેષ કાળજી રાખવા સમજાવવાની વ્યવસ્થા કરવા અને પણ ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં ચાલી રહેલી નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવામાં આવી. ઉપરાંત જિલ્લામાં કરવામાં આવેલા રસીકરણની કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. રસી મેળવવાના બાકી હોય તેવા બાળકોને રસીકરણ અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે. ઉપરાંત જિલ્લામાં ચાલી રહેલા બીપી , ડાયાબિટીસ અને ૩ પ્રકારના કેન્સર ( ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર), ટીબી, HIVના સ્ક્રીનીંગ અંગે પણ ચર્ચા કરવામાં આવી.બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી ટીબી, લેપ્રસી, HIV/AIDS , સિકલસેલ વગેરે રોગો અંગે ચાલી રહેલી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથેજ જિલ્લામાં બ્લડ બેંક, બ્લડ ડોનેશન અંગે પણ ચર્ચા કરવામાં આવી. ઉપરાંત જિલ્લમાં ચાલી રહેલા આરોગ્ય વિભાગના વિકાસકામોની પ્રગતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી.અરવલ્લી જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ અન્વયે જિલ્લામાં સંચારી રોગની હાલની પરિસ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી. ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તે અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં સિકલસેલ અંગે કરવામાં આવી રહેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવીરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ હતી. ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ-તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા શાળા કાર્યક્રમ ગાઇડ મુજબ શાળા વિસ્તારથી નજીક હોય તેવા વિસ્તારમાં તમાકુ યુક્ત પદાર્થોનું વેચાણ થઇ શકે નહીં તે બાબતે કાયદાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તે સહિતની વિશેષ સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીએ આપી હતી.ઉલ્લેખનીય છે કે, જિલ્લા સ્કવોડ, આરોગ્ય, પોલીસ, શિક્ષણ, વાહનવ્યવહાર, ખોરાક અને ઔષધ નિયમન, નગરપાલિકાઓ દ્વારા શાળાઓ , કચેરીઓમાં આકસ્મિક તપાસ કરી વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧૦૫૦૦, વર્ષ ૨૦૨૫-૨૬ માં રૂ.૧૭૮૦૦ અને વર્ષ ૨૦૨૬-૨૭ માં રૂ.૯૮૦૦નો દંડ ઉઘરાવવામાં આવ્યો છે. આજની બેઠકમાં આરોગ્ય શાખાના અધિકારીશ્રી- કર્મચારીશ્રીઓ અને સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.રિપોર્ટ રાજેન્દ્ર મકવાણા