બાયડ માં સંકલન-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ બાયડ તા.5બાયડ અને સાઠંબા તાલુકા તેમજ નગરપાલિકા સંકલન-ફરિયાદ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે જનહિતના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી-મોન્સૂન કામગીરી, વરસાદી પાણીના નિકાલ, રસ્તાઓ, પીવાના પાણી, વીજ પુરવઠો, સ્વચ્છતા સહિતની જરૂરી તૈયારીઓની સમીક્ષા કરી અધિકારીઓને સમયસર અને અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. જનતાની સમસ્યાઓનું ઝડપી અને પારદર્શક નિરાકરણ થાય તેમજ ચોમાસા દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સાથે સતત સંકલન રાખી કાર્ય કરવામાં આવશે. સંકલન-ફરિયાદ સમિતિની બેઠક માં બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, બાયડના નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, ડીવાયએસપી ડી.પી. વાઘેલા, બાયડ મામલતદાર, પ્રાંત અધિકારી, પદાધિકારીઓ, અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, ઉપસ્થિતિમાં સંકલન ફરિયાદી સમિતિ ની બેઠક યોજાઈ હતી