ભલાડા, તા. 15 જુલાઈ: ભલાડા ગામની આંગણવાડી ખાતે આજે સેવાભાવી કાર્ય અંતર્ગત કલ્પેશભાઈ વકીલ દ્વારા આંગણવાડીના બાળકોને ડબ્બાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાળકોને ઉપયોગી ડબ્બાઓ અર્પણ કરવામાં આવ્યા હતા. આ સેવાકીય કાર્યથી બાળકો અને તેમના વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉપસ્થિતોએ કલ્પેશભાઈ વકીલની સમાજોપયોગી પહેલને બિરદાવી હતી.
કાર્યક્રમમાં આંગણવાડીના કાર્યકર બહેનો, બાળકો, વાલીઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.