ભવાની એગ્રો દ્વારા ગૌરીવ્રત નિમિત્તે બાલિકાઓને તુલસીનું બિયારણ નિઃશુલ્ક આપવામાં આવશે
KHEDA | By Akhand Bharat Team | Published:
તહેવાર
ભવાની એગ્રો દ્વારા ગૌરીવ્રત નિમિત્તે બાલિકાઓને તુલસીનું બિયારણ નિઃશુલ્ક આપવામાં આવશે
ભલાડા ખાતે આવેલ ભવાની એગ્રોના સંચાલક દીપકભાઈ દ્વારા ગૌરીવ્રતના પાવન અવસર પર અનોખી સેવા પહેલ કરવામાં આવી છે. ગૌરીવ્રત નિમિત્તે દુકાન પર આવતી દરેક બાલિકાને તુલસીનું બિયારણ સંપૂર્ણપણે નિઃશુલ્ક (ફ્રી) આપવામાં આવશે.
દીપકભાઈએ જણાવ્યું કે આ પહેલનો હેતુ બાલિકાઓમાં તુલસીના વાવેતર પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચાડવાનો છે. ગૌરીવ્રત દરમિયાન તમામ બાલિકાઓને આ યોજનાનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.