દાંતા તાલુકામાં બે સ્થળેથી અજગરોનું સફળ રેસ્ક્યુ, સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરાયા
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
દાંતા તાલુકામાં બે સ્થળેથી અજગરોનું સફળ રેસ્ક્યુ, સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરાયા
દાંતા, બનાસકાંઠા: દાંતા તાલુકાના અડેરણ-તરસંગ ગામે નાના અજગરનું બચ્ચું અને ગોરાડ ગામે મહાકાય અજગર દેખાતા સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓ અલ્પેશભાઈ અને વીરેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
વન વિભાગની ટીમે બંને સ્થળે અત્યંત સાવચેતી અને કુશળતા સાથે અજગરોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ નાના અજગરના બચ્ચા તેમજ મહાકાય અજગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના તેમના કુદરતી રહેઠાણ એવા જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા.
આ સફળ રેસ્ક્યુ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણી અથવા સાપ દેખાય તો ગભરાવું નહીં, તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરવો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવી, જેથી પ્રાણી અને લોકો બંનેની સુરક્ષા જળવાઈ રહે.